Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ કપ 2022ને લઇને દિનેશ કાર્તિકે કર્યો સૌથી મોટા રાજનો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ ઈંગ્લેન્ડ સામે હારી ગઇ હતી. જે બાદ ટીમ ઈન્ડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વળી આ વર્લ્ડ કપમાં સૌથી સિનિયર ખેલાડી કહેવાતા દિનેશ કાર્તિકને પણ સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને જે પ્રમાણે રમવાની તક મળવી જોઇએ તે મળી શકી નહોતી. જે બાદ હવે કાર્તિકે વર્લ્ડ કપ 2022ને લઇને સૌથી મોટા રાજનો ખુલાસો કર્યો છે. àª
04:49 AM Nov 19, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ ઈંગ્લેન્ડ સામે હારી ગઇ હતી. જે બાદ ટીમ ઈન્ડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વળી આ વર્લ્ડ કપમાં સૌથી સિનિયર ખેલાડી કહેવાતા દિનેશ કાર્તિકને પણ સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને જે પ્રમાણે રમવાની તક મળવી જોઇએ તે મળી શકી નહોતી. જે બાદ હવે કાર્તિકે વર્લ્ડ કપ 2022ને લઇને સૌથી મોટા રાજનો ખુલાસો કર્યો છે. 
ચહલ અને હર્ષલને ન મળ્યું પ્લેઈંગ 11મા સ્થાન
T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલમાં હાર્યા બાદ ચારેબાજુ વાતાવરણ ખૂબ જ ગરમ છે. કેટલાક ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા ખુલાસા કરી રહ્યા છે તો કેટલાકની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દિનેશ કાર્તિકે પણ એક મોટું રહસ્ય ખોલ્યું છે. ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટ કીપર બેટ્સમેને વિશ્વ કપની કોઈપણ મેચમાં યુઝવેન્દ્ર ચહલને ન રમાડવા અંગે મોટી માહિતી આપી છે. કાર્તિકે સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે શા માટે ચહલ અને હર્ષલ પટેલને કોઈપણ મેચની પ્લેઈંગ 11મા સ્થાન આપવામાં આવ્યું નથી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર્યા બાદ સતત એક જ સવાલ ઉઠી રહ્યો છે કે યુઝવેન્દ્ર ચહલને કેમ રમાડવામાં ન આવ્યો? દરેક વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગતી હતી. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, દિનેશ કાર્તિકે હવે આ વિશે મોટો ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે, એક ક્રિકેટ વેબસાઇટ સાથે વાત કરતી વખતે કાર્તિકે આ રહસ્ય ખોલ્યું અને જણાવ્યું કે ચહલને એક પણ મેચમાં શા માટે સ્થાન ન મળ્યું.
દિનેશ કાર્તિકે કર્યો ખુલાસો
દિનેશ કાર્તિકે કહ્યું કે, યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલ બંનેને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા કહેવામાં આવ્યું હતું કે, જો સમય એવો લાગશે તો જ તમને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે. નહીંતો બંનેને બેન્ચ પર બેસવું પડી શકે છે. આ માહિતી બંને ખેલાડીઓને ખબર હતી તેથી તેઓ તેનાથી નિરાશ થયા ન હોતા કારણ કે તેમના મનમાં કોઈ શંકા કે પ્રશ્ન ન હોતા અને તેઓ આત્મવિશ્વાસ ધરાવતા હતા. આવી સ્થિતિમાં, તે બંને જાગૃત હતા અને તેઓ એવી રીતે તૈયારી કરી રહ્યા હતા કે જ્યારે પણ તેમને તક મળશે, તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે, તેઓ એ પણ જાણતા હતા કે એવી પરિસ્થિતિ પણ હોઈ શકે છે કે તેમને એક પણ મેચ ન રમવા મળે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ હાલમાં ત્રણ મેચની T20 અને ત્રણ મેચની વનડે શ્રેણી રમવા ન્યૂઝીલેન્ડમાં છે. પ્રથમ મેચ 18 નવેમ્બરે વરસાદના કારણે રદ થઇ ગઇ હતી ત્યારે હવે તે પછીની મેચ આવતી કાલે 20 નવેમ્બરે રમાશે. જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે શિખર ધવનને ODI ટીમની કમાન સોંપવામાં આવી છે. 
આ પણ વાંચો - વર્લ્ડ કપની હાર બાદ BCCIની કડક કાર્યવાહી, ચેતન શર્મા સહિત સિલેક્શન કમિટીને ઘરભેગી કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DineshKarthikGujaratFirstSecrett20worldcupt20worldcup2022WorldCup
Next Article