Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માળીયા-મિયાણામાં ડિઝલ ચોરી રેકેટનો પર્દાફાશ, 39 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

સોમવારે રાત્રે એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબીની ટીમ દ્વારા માળીયા જામનગર હાઇવે પર આવેલી હોટેલ પાછળ ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. જેમાં આરોપી હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીચાને ઝડપી લેવામાં આવ્યો.સાથે જ  ટ્રક અને ચોરીના ડીઝલ સહિત કુલ ૩૯.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ આં ડીઝલ ચોરી રેકેટ  માળીયા મિયાણા પોલીસમથક વિસ્તારમાં આ
08:46 AM Jan 24, 2023 IST | Vipul Pandya
સોમવારે રાત્રે એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબીની ટીમ દ્વારા માળીયા જામનગર હાઇવે પર આવેલી હોટેલ પાછળ ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. જેમાં આરોપી હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીચાને ઝડપી લેવામાં આવ્યો.સાથે જ  ટ્રક અને ચોરીના ડીઝલ સહિત કુલ ૩૯.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 
ઉલ્લેખનીય છે કે આ આં ડીઝલ ચોરી રેકેટ  માળીયા મિયાણા પોલીસમથક વિસ્તારમાં આવતું એલસીબી દ્વારા પકડવામાં આવેલું એક નાનું નજરાણું છેય આવા અનેક કોભાંડ આં વિસ્તારમાં ચાલતા હોવાની ચર્ચાઓ પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જો પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવે તો માળીયા પોલીસના પણ અનેક રાજ ખૂલી શકે તેમ માનવામાં આવે છે.  
માળીયા મિયાણાનાં નવલખી અને અન્ય આવા વિસ્તારો જ્યાં પોલીસ ના પહોચી શકે અથવા પોલીસ પહોંચે એ પહેલા તેઓને બાતમી મળી જતી હોય છે તેના પર આં મોરબી એલસીબીનો તમાચો છે.હાલ પોલીસે આરોપીઓ કેટલાં સમયથી આં ડીઝલ ચોરી કરી રહ્યા હતા અને કોની મીઠી નજર હેઠળ આં ડીઝલ ચોરી ચાલુ હતી તેની તપાસ હાથ ધરી છે.ત્યારે ભરૂચની જેમ સ્ટેટ મોનીટરીંગ સેલનાં અધિકારીઓના લોકેશનની માહિતી વહેચી કમાણી કરતા પોલીસકર્મીઓ જેવું ક્યાંક મોરબીમાં પણ નથી ને તે તપાસ જરૂરી બની છે. 
આ પણ વાંચોઃ  હળવદ પોલીસની સતર્કતાથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહેતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
busteddieselGujaratFirstMaliya-MianamorbiRacketseizedtheft
Next Article