Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G20ને લઈને ધોળાવીરા માર્ગનું કામ પુરજોશમાં શરૂ, વિશ્વના દેશોના પ્રતિનિધિઓ અહીંથી કચ્છનો અદભુત નજારો નિહાળશે

સરહદી કચ્છ જિલ્લાના-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) નં. 754 Kનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કચ્છ (Kutch) જિલ્લાના ધોરડોમાં આગામી G20 સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કામગીરી શરૂ કરાઇ છે 31 જાન્યુઆરી સુધી માર્ગને બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોવાથી ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે
g20ને લઈને  ધોળાવીરા માર્ગનું કામ પુરજોશમાં શરૂ  વિશ્વના દેશોના પ્રતિનિધિઓ અહીંથી કચ્છનો અદભુત નજારો નિહાળશે
સરહદી કચ્છ જિલ્લાના-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) નં. 754 Kનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કચ્છ (Kutch) જિલ્લાના ધોરડોમાં આગામી G20 સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કામગીરી શરૂ કરાઇ છે 31 જાન્યુઆરી સુધી માર્ગને બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોવાથી ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે સૂચના અપાઈ છે આ માર્ગની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે મુલાકાત લઈને કામગીરીનો તાગ મેળવ્યો હતો. જોકે આ બાબતે હાલમાં નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદારીઓ કઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
આગામી 7 ફ્રેબ્રુઆરીથી વિશ્વના દેશોના પ્રતિનિધિઓ ધોરડો આવવાના છે ત્યારે ઘડુલી સાંતલપુર માર્ગ જે ધોળાવીરા થઈને જાય છે ધોળાવીરા વિશ્વની ધરોહર છે,હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અહીં ધરબાયેલી છે. જ્યાં વિશ્વના તમામ પ્રતિનિધિઓ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના છે ત્યારે ખાવડાથી ધોળાવીરા તરફ જતો માર્ગ કે જયાં કુદરતી મીઠાનું સફેદરણ પર દેખાય છે અને એક બાજુ રેતીનું રણ પણ દેખાય છે જે કુદરતી નજારો કઈક અલગ જ તરી આવે છે,આ રોડનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
વિશ્વના દેશોના પ્રતિનિધિઓ જ્યારે અહીંથી પસાર થશે ત્યારે તેઓ પણ કચ્છનો આ અદભુત નજારો નિહાળશે. હાલ તો અહીં સિંગલ રોડની કામગીરી પૂર્ણ થઈ જશે તેવું સ્થળ પરથી જોવા મળી રહ્યું છે. ડેલીગેટની મુલાકાત બાદ ફરી આ રોડનું બાકીનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે. સાંતલપુર સુધીનું રોડ જો પૂર્ણ થઈ જાય તો પશ્ચિમ ક્ચ્છના લોકોને ધોળાવીરા જવું હોય અંદાજીત 100 કિલોમીટર બચી જશે. તેમજ ટ્રકોની જો વાત કરીએ તો તેઓને રાજસ્થાન, પાટણ જવું હૉય તો તેઓનો પણ ફેરો બચી જાય તેમ છે. જો કે હજુ માર્ગ બનવાને સમય લાગે તેમ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે.
હાલમાં રોડની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ માર્ગ બની જવાથી અનેક લોકોને ઉપયોગી થશે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બની રહ્યો છે જો કે હાલમાં G20 સમીપને લઈને આ માર્ગ કામમાં ઝડપ આવી છે. G20 સમીપ પૂર્ણ થયા બાદ આ માર્ગ અનેક લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે. કારણ કે કિલોમીટરની બચત થશે,સાથે સાથે લોકોના સમયની પણ બચત થશે. હાલ G20 સમીટને લઈને હજારો મજૂરો કામે લાગ્યા છે. ક્ચ્છ, ગુજરાત તેમજ અન્ય રાજ્યોના મજૂરો, કોન્ટ્રાક્ટરો, કામગીરીમાં જોડાયા છે સાથે સાથે વહીવટીતંત્ર પણ ખડે પગે જોવા મળે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.