DG BSFની બાડમેર સરહદી વિસ્તારની મુલાકાત, ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા
બાડમેર જિલ્લાના સરહદી વિસ્તારની મહાનિર્દેશક, BSF શ્રી પંકજ કુમાર સિંહે શનિવારે મુલાકાત લીધી છે. ડાયરેક્ટર જનરલે (DG) બોર્ડર ચોકી બારમેરવાલા ખાતે સીમા રક્ષકો માટે નવનિર્મિત રહેણાંક મકાનનું ઉદ્ઘાટન કર્યું અને શ્રીમતી નુપુર સિંહ, પ્રમુખ BWWAએ વરિષ્ઠ અધિકારીઓ અને સૈનિકોની હાજરીમાં મહિલા રક્ષકો માટે બાંધવામાં આવેલા ખાસ આવાસનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ ડાયરેક્ટર જનરલે ત્યાં વૃક્ષારોપ
04:40 PM Sep 10, 2022 IST
|
Vipul Pandya

બાડમેર જિલ્લાના સરહદી વિસ્તારની મહાનિર્દેશક, BSF શ્રી પંકજ કુમાર સિંહે શનિવારે મુલાકાત લીધી છે. ડાયરેક્ટર જનરલે (DG) બોર્ડર ચોકી બારમેરવાલા ખાતે સીમા રક્ષકો માટે નવનિર્મિત રહેણાંક મકાનનું ઉદ્ઘાટન કર્યું અને શ્રીમતી નુપુર સિંહ, પ્રમુખ BWWAએ વરિષ્ઠ અધિકારીઓ અને સૈનિકોની હાજરીમાં મહિલા રક્ષકો માટે બાંધવામાં આવેલા ખાસ આવાસનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ ડાયરેક્ટર જનરલે ત્યાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ તકે જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, તમામ જવાનો મુશ્કેલ સંજોગોમાં પણ પુરી મહેનત સાથે સારું કામ કરી રહ્યા છે. તેમને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, તમે તમારી ફરજ પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે બજાવતા રહો, કારણ કે સુરક્ષિત સરહદો સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે.
મુલાકાત દરમિયાન ડાયરેક્ટર જનરલ શ્રી પી.વી. રામા શાસ્ત્રી IPS, એડિશનલ ડાયરેક્ટર જનરલ BSF વેસ્ટર્ન કમાન્ડ ચંદીગઢ શ્રી જી.એસ. મલિક, IPS, ઈન્સ્પેક્ટર જનરલ, BSF ગુજરાત ફ્રન્ટિયર શ્રી એમ.એલ. ગર્ગ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જનરલ) BSF ગુજરાત ફ્રન્ટિયર શ્રી વિનીત કુમાર, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સેક્ટર હેડક્વાર્ટર BSF બાડમેર અને શ્રી જી. આલે. મીના બીએસએફ કમાન્ડન્ટ સાથે સરહદી વ્યવસ્થાપન પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી, ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી નિર્દેશો આપ્યા.