દેવપોઢી એકાદશીના શુભ મુહૂર્તે પૂજા અર્ચના કરી માછીમારીના વ્યવસાયનો શુભારંભ કર્યો
ભરૂચ જિલ્લામાં વસતા હજારોમાંથી માછીમારો તેમની રોજગારી માટે નર્મદા નદી ઉપર નિર્ભર હોય છે અને તેમાં પણ સિઝનમાં સૌથી વધુ રોજગારી આપતા ચોમાસાના આ ચાર મહિના તો માછીમાર રાત દિવસ એકકરી આખા વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે અને ભરૂચના ભાડભૂતથી ઝનોર સુધીના નર્મદા નદીના પટમાં હજારો માછીમારો દેવપોઢી એકાદશીના પવિત્ર શુભ મુહુર્તમાં નર્મદા મૈયાને દુધાઅભિષેક કરી અબીલ ગુલાલ સાથે પૂજા અર્ચ
ભરૂચ જિલ્લામાં વસતા હજારોમાંથી માછીમારો તેમની રોજગારી માટે નર્મદા નદી ઉપર નિર્ભર હોય છે અને તેમાં પણ સિઝનમાં સૌથી વધુ રોજગારી આપતા ચોમાસાના આ ચાર મહિના તો માછીમાર રાત દિવસ એકકરી આખા વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે અને ભરૂચના ભાડભૂતથી ઝનોર સુધીના નર્મદા નદીના પટમાં હજારો માછીમારો દેવપોઢી એકાદશીના પવિત્ર શુભ મુહુર્તમાં નર્મદા મૈયાને દુધાઅભિષેક કરી અબીલ ગુલાલ સાથે પૂજા અર્ચના કરી દરિયો ખેડવા માટે લાગી જતા હોય છે
હજારો માછીમારોની રોજગારી છીનવાઇ જવાની ભીતી
જોકે માછીમારોની રોજગારી પણ માત્ર બે વર્ષ રહેનાર છે કારણ કે ભાડભૂજ બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે અને આ બેરેજ યોજના બની ગયા બાદ દરિયાનું નર્મદા નદી સાથેનું સંગમ નહીં થવાના કારણે હિલસા માછલીનું ઉત્પાદન અટકી જશે જેના કારણે હજારો માછીમારોની રોજગારી છીનવાઇ જવાની ભીતી છે. ચોમાસાની ઋતુમાં અહીં નર્મદા નદી અને દરિયાના સંગમના કારણે નર્મદા નદીનું મીઠું પાણી અને દરિયાનું ખારૂં પાણી એકત્ર થવાના કારણે આ વિસ્તારમાં સારા પ્રમાણમાં હીલ્સા માછલીનું ઉત્પાદન થતું હોય છે પરંતુ ભાડભૂત નજીક બેરેજ યોજના નિર્માણ પામી રહી છે અને તે બે વર્ષમાં કાર્યરત થનાર છે જેના કારણે દરિયાનું પાણી નર્મદામાં નહીં આવી શકે અને નર્મદાનું પાણી દરિયામાં નહીં જઈ શકે તેવા આક્ષેપ સાથે માછીમારોએ બેરેજ યોજના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ આ બે વર્ષમાં જેટલી માછીમારી થાય તેટલી રોજગારી મેળવી લેશે એવું રટણ કર્યું હતું.
આવનાર 4 મહિના માછીમારો રાત દિવસ જળાશયોમાં માછીમારી કરશે
માછીમારોની કોઈ સીઝન હોય તો તે બાર મહિનામાંથી માત્ર આ ચાર જ મહિના ચોમાસાની ઋતુ હોય છે. ચોમાસાની ઋતુમાં નવા નીર આવતાં જ નર્મદા અને દરિયાના સંગમથી હિલસા નામની માછલીનું ઉત્પાદન થતું હોય છે જેના કારણે ચોમાસાની સિઝનમાં ચાર મહિના દરમિયાન માઠીમારો પોતાની બોટને જ પોતાનું ઘર બનાવી દેતા હોય છે જે માટે બેટરી વડે લાઈટ તથા જમવાની પણ વ્યવસ્થા બોટમાં થતી હોય છે અને ચોમાસાના ચાર મહિના માછીમારો રાત દિવસ માછીમારી કરી આખા વર્ષની કમાણી કરવાની આશા રાખે છે.
ચોમાસાના ૪ મહિના માછીમારો પોતાના પરિવારથી વિખૂતા થતાં હોય છે
ચોમાસાના આ ચાર મહિના માછીમારી માટેની સીઝન હોય છે જેના કારણે આખા વર્ષની રોજગારી મેળવવાની લાલચમાં માછીમારો પોતાના પરિવારથી અલગ થઈ રાત દિવસ માછીમારીમાં જોતરાઈ જતા હોય છે. એકાદશીના દિવસથી શુભ મુહૂર્ત બાદ રાત દિવસ દરિયો ખેડવા તથા નર્મદા નદીમાં માછીમારી કરે છે. આ ચાર મહિના હજારો માછીમારો પોતાના પરિવારથી દૂર રહી દિવસ રાત માછીમારીમાં જોતરાઈ જાય છે.
Advertisement