ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રાદ્ધ માટે ગુજરાતમાંથી લોકોનું માનવ મહેરામણ શુકલતીર્થની તપોવન ભૂમિ ઉપર ઉમટ્યું

ભરૂચ (Bharuch) તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધ કરવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે. ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ, ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે, જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે. સમગ્ર વિશ્વમાંથી શુકલતીરà«
04:13 PM Sep 18, 2022 IST | Vipul Pandya
ભરૂચ (Bharuch) તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધ કરવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે. ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ, ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે, જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે. સમગ્ર વિશ્વમાંથી શુકલતીર્થ ખાતે શ્રાદ્ધ પક્ષની વિધિ કરવા માટે લોકો ઉંમટી રહ્યા છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થની નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધ કરવાનું પણ એનું મહત્વ રહેલું છે. જેના કારણે સમગ્ર વિશ્વમાંથી પિતૃઓનું શ્રાદ્ધ નાખવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. શ્રાધ કેવી રીતે અને ક્યારે કરવું પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમથી શરૂ કરી અમાસ સુધીની 16 તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યા હોય તેનું શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિત્રુ અમાસે કરવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર ભીષ્મપિતામહે તેમના પિતા શાંતનું રાજાનું શ્રાદ્ધ હરિદ્વારમાં કરેલું ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કરેલું હતું, તેમજ અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ રાજાઓ ઋષિઓ, શ્રેષ્ઠ બ્રાહ્મણોએ માનવ જાતીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી તેમના આશિર્વાદ મેળવવાની સુચનાઓ આપી હતી જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં શ્રાદ્ધનું મહત્વ અનેરૂ રહેલું છે અને એટલા માટે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે પણ શ્રાદ્ધ કરવાનો મહિમા રહેલો છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની તપોવન ભૂમિ પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અને આ ઘાટ ઉપર અનેક દેવોએ વસવાટ કર્યો હોવાની માનતા રહેલી છે જેના કારણે શ્રાદ્ધ પક્ષમાં પણ સમગ્ર વિશ્વમાંથી અને ખાસ કરીને ઓરિસ્સાથી પિતૃઓના શ્રાદ્ધ માટે લોકોનું માનવ મહેરામણ ઉમટતું હોય છે ગામના હિતેશ પટેલે પણ શુકલતીર્થ નર્મદા નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ પક્ષ અંગેનું મહત્વ સમજાવ્યું અને શ્રાદ્ધ નું અનેરૂ મહત્વ રહ્યું છે
ભરૂચ પવિત્ર નર્મદા નદી આજે પ્રથમ વખત બે કાંઠે વહેતી થઈ છે સતત સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના કારણે શુકલતીર્થ ગામે નર્મદા નદીના કાંઠા સુધી નર્મદાના નીર હોવાના કારણે કાંઠા ઉપર શ્રાદ્ધની વિધિ કરવા આવતા લોકો પણ શ્રાદ્ધમાં પિંડદાન કરવા સાથે પૂજાપાઠની સામગ્રી નર્મદા નદીમાં વિસર્જન કરી હર હર નર્મદેના નારા સાથે નર્મદા મૈયામાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા છે
નર્મદાના નવા નીરથી શુકલતીર્થ ખાતે મગરથી સાવચેત રહેવા બેનર લાગ્યા.
નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને સુગંધના નર્મદા નદીના ઘાટ ઉપર મોટી માત્રામાં લોકો શ્રાદ્ધની વિધિ કરવા સાથે નર્મદામાં ડૂબકી લગાવી રહ્યા છે ત્યારે નર્મદા નદીના નીર શુકલતીર્થના કાંઠા સુધી આવતા પ્રથમ વખત શ્રાદ્ધ કરવા આવતા ભક્તો પણ નર્મદા નદીમાં ડૂબકી લગાવવાનો આનંદ લઈ રહ્યા છે સાથે જ લોકોને સાવચેત રહેવા માટે નર્મદા નદીના ઘાટ ઉપર મગરથી સાવચેતીના બેનરો લગાવી ભક્તોને સાવચેત કરાઈ રહ્યા છે
શુકલતીર્થ ખાતે શ્રાદ્ધ પક્ષને લઈ લોકોના માનવ મહેરામણથી સ્થાનિકોને મળે છે રોજગારી
શુકલતીર્થના નર્મદીના નદીના ઘાટ ઉપર ઓરિસ્સાથી માંડી સમગ્ર ગુજરાતમાંથી લોકો પિતૃ તર્પણની વિધિ માટે ઉમટી રહ્યા છે અને પિતૃ તર્પણની વિધિની સામગ્રી પણ શુકલતીર્થના નદીના ઘાટ ઉપરથી જ મળી રહી છે નદીના ઘાટ ઉપર ગ્રામજનો વિધિની સામગ્રી સાથે કેળના પાન અને કેળા તથા પિંડદાન માટે ઘઉંનો લોટ તેમજ ચોખાનો લોટ સહિત વિવિધ પૂજાપાની સામગ્રીઓ લઇ રોજગારી મેળવી રહ્યા છે ત્યારે શુકલતીર્થના બેરોજગારોને ૧૬ દિવસ સુધી રોજગારી પણ મળી રહી છે.
શ્રાધ પક્ષમાં પ્રથમ વખત નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ભક્તોમાં આનંદ
શ્રાધ પક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ નાખ્યા બાદ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે પિતૃ તર્પણની વિધિ બાદ પિંડદાન સહિત સામગ્રીઓને નર્મદા નદીમાં વિસર્જન કરી શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં ડૂબકી લગાવતા હોય છે પ્રથમ વખત નર્મદા નદીમાં શ્રાધ પક્ષમાં પાણી છોડવામાં આવતા સુધી પાણી આવતા શ્રદ્ધાળુઓ પણ શ્રાદ્ધ પક્ષની વિધિ બાદ નર્મદા નદીમાં હર હર નર્મદે ના નાદથી ડૂબકી લગાવી પાપ મુક્ત થવાના પ્રયાસો કરી રહ્યા છે.
Tags :
BharuchdevouteeGujaratFirstshraddhaShuklatirthavillage
Next Article