Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેવેન્દ્ર ફડણવીસના પ્રહાર, કહ્યું - જ્યારે મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે હું અયોધ્યામાં હતો, શિવસેનાના કોઈ નેતા ત્યાં નહોતા

મહારાષ્ટ્રના રાજકારણમાં આજકાલ ગરમાવો આવ્યો છે. હાલમાં મહારાષ્ટ્રમાં લાઉડ સ્પિકર અને હનુમાન ચાલીસાને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડ઼ણવીસની રેલીઓ યોજાઈ હતી. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. ફડણàª
દેવેન્દ્ર ફડણવીસના પ્રહાર  કહ્યું   જ્યારે મસ્જિદ તોડી પાડવામાં
આવી ત્યારે હું અયોધ્યામાં હતો  શિવસેનાના કોઈ નેતા ત્યાં નહોતા

મહારાષ્ટ્રના રાજકારણમાં આજકાલ ગરમાવો
આવ્યો છે. હાલમાં મહારાષ્ટ્રમાં લાઉડ સ્પિકર અને હનુમાન ચાલીસાને લઈને મોટો વિવાદ
ચાલી રહ્યો છે. ત્યારે આજે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર
ફડ઼ણવીસની રેલીઓ યોજાઈ હતી.
ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક
સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.
ફડણવીસે કહ્યું કે તમે મહારાષ્ટ્ર નથી
, તમે હિન્દુત્વ નથી. તમારા લોકોના ભ્રષ્ટાચારના કારણે મહારાષ્ટ્રની
બદનામી થઈ રહી છે.

Advertisement

For whom is the govt (Shiv Sena) working, that's the big question. Two of their ministers are in jail & they shamelessly print the photo of a minister who's in jail, on the decisions of the govt. Earlier, there was work from home, now there's work from jail: LoP Devendra Fadnavis pic.twitter.com/2Wh1aTm3h4

— ANI (@ANI) May 1, 2022

" title="" target="">javascript:nicTemp();

સભાને સંબોધતા ફડણવીસે કહ્યું કે અમને
પૂછવામાં આવે છે કે જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે તમે ક્યાં હતા
? તેના જવાબમાં તેણે કહ્યું કે જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં
આવી ત્યારે તે અયોધ્યામાં હતા. તેમણે કહ્યું કે હું ત્યાં
18 દિવસ જેલમાં હતો પરંતુ અયોધ્યામાં શિવસેનાનો કોઈ નેતા નહોતો. દેવેન્દ્ર ફડણવીસે
રાણા દંપતીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે રાણા દંપતી હનુમાન
ચાલીસાના પાઠ કરવા માગે છે. તે જેલમાં કેમ છે
? તેમણે કહ્યું કે રાણા દંપતી પર રાજદ્રોહનો આરોપ છે. શું હનુમાન
ચાલીસાનો પાઠ કરવો દેશદ્રોહ ગણાય
?

Advertisement

Tags :
Advertisement

.