Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

36,000 મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી છે, ભાજપ નેતાનું ચોંકાવનારૂં નિવેદન

કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કેએસ ઈશ્વરપ્પાએ શુક્રવારે મંદિર-મસ્જિદ વિવાદ પર નવું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે મસ્જિદોના નિર્માણ માટે 36,000 મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા હતા અને તે તમામનો કાયદેસર રીતે પુનઃ દાવો કરવામાં આવશે. કર્ણાટકના બીજેપી ધારાસભ્યએ કહ્યું, 36,000 મંદિરોનો નાશ કરવામાં આવ્યો છે અને તેના પર મસ્જિદો બનાવવામાં આવી છે. તેમને અન્ય જગ્યાએ મસ્જિદો બનાવવા
10:38 AM May 27, 2022 IST | Vipul Pandya

કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કેએસ ઈશ્વરપ્પાએ શુક્રવારે
મંદિર-મસ્જિદ વિવાદ પર નવું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે મસ્જિદોના
નિર્માણ માટે
36,000 મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા હતા અને
તે તમામનો કાયદેસર રીતે પુનઃ દાવો કરવામાં આવશે. કર્ણાટકના બીજેપી ધારાસભ્યએ
કહ્યું
, 36,000 મંદિરોનો નાશ કરવામાં આવ્યો છે અને
તેના પર મસ્જિદો બનાવવામાં આવી છે. તેમને અન્ય જગ્યાએ મસ્જિદો બનાવવા દો અને
પ્રાર્થના કરવા દો
, પરંતુ અમે તેમને તેમના મંદિરો પર
મસ્જિદ બનાવવાની મંજૂરી આપી શકીએ નહીં. હું તમને કહું છું
, હિન્દુઓ કાયદાકીય રીતે તમામ 36000 મંદિરો પર ફરીથી દાવો કરો.


કર્ણાટકમાં 21 એપ્રિલે મંદિર-મસ્જિદ વિવાદ સામે આવ્યો, જ્યારે મેંગલુરુની બહારની એક જૂની મસ્જિદની નીચેથી હિંદુ મંદિર
જેવી સ્થાપત્ય રચના મળી આવી. કેટલાક લોકોનું કહેવું છે કે મસ્જિદનું નિર્માણ થયું
તે પહેલાં આ સ્થળે મંદિર અસ્તિત્વમાં હતું. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ જિલ્લા
વહીવટીતંત્રને અપીલ કરી છે કે જ્યાં સુધી દસ્તાવેજોની ચકાસણી ન થાય ત્યાં સુધી
રિનોવેશનનું કામ અટકાવી દેવામાં આવે.


'મસ્જિદોમાં ખોદકામ કરતાં શિવલિંગ મળી આવે તેવી શક્યતા'

બુધવારે મંદિર-મસ્જિદનો વિવાદ તેલંગાણામાં પણ પહોંચ્યો હતો. રાજ્ય
ભાજપના વડા બંદી સંજયે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં અનેક મંદિરો તોડી પાડવામાં
આવ્યા હતા અને તેમની ઉપર મસ્જિદો બનાવવામાં આવી હતી. બંડી સંજયે એમ પણ કહ્યું હતું
કે જો હવે આ મસ્જિદોનું ખોદકામ કરવામાં આવે તો શિવલિંગો મળવાની સંભાવના છે. તેમણે
કહ્યું કે
,
"
હું ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ
મુસલમીન (
AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને પડકાર
ફેંકી દઈએ. ચાલો આપણે તેલંગાણાની તમામ મસ્જિદોને ખોદી કાઢીએ. જો હાડપિંજર મળી આવે
તો અમે મસ્જિદોને તેમના માટે છોડી દઈશું. પરંતુ જો શિવલિંગ મળે તો
અમે તેમને અમારા કબજામાં લઈશું. દરમિયાન, રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે
કહ્યું હતું કે
, જો શાંતિ જાળવી રાખવી હોય, તો મુસ્લિમ સમુદાય દ્વારા જે પણ મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા હતા
અને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા તે હિંદુઓને પરત કરવા પડશે.

 

Tags :
BJPLeaderDestroyedGujaratFirstKSIshwarappamosqueTemples
Next Article