Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાંઢિયા પુલની કાયાપલટ માટે ડિઝાઇન તૈયાર, 60 કરોડના ખર્ચે 100 ફૂટ પહોળો,700 મીટર લાંબો ફોર લેન ઓવરબ્રિજ બનશે

રાજકોટ શહેરમાં વર્ષો જૂના સાંઢિયા પુલને સ્થાને નવો પુલ બનાવવાનો વિચાર છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે પણ આખરે મોરબી ની દુર્ઘટના બાદ આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ ખાસ ગ્રાન્ટ ન આવે તો પણ બ્રિજ બનાવવા નિર્ધાર કરી  લેતા હવે સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી બ્રિજ બનાવવા નિર્ણય લેવાયો છે. બ્રિજની માલિકી રેલવેની હોવાથી પ્રારંભિક ડિઝાઈન રેલવેને મોકલાઈ હતી અને રેલવેએ કેટલીક પૂરક માહિતી મગાવતા
સાંઢિયા પુલની કાયાપલટ માટે ડિઝાઇન તૈયાર  60 કરોડના ખર્ચે 100 ફૂટ પહોળો 700 મીટર લાંબો ફોર લેન ઓવરબ્રિજ બનશે
રાજકોટ શહેરમાં વર્ષો જૂના સાંઢિયા પુલને સ્થાને નવો પુલ બનાવવાનો વિચાર છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે પણ આખરે મોરબી ની દુર્ઘટના બાદ આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ ખાસ ગ્રાન્ટ ન આવે તો પણ બ્રિજ બનાવવા નિર્ધાર કરી  લેતા હવે સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી બ્રિજ બનાવવા નિર્ણય લેવાયો છે. બ્રિજની માલિકી રેલવેની હોવાથી પ્રારંભિક ડિઝાઈન રેલવેને મોકલાઈ હતી અને રેલવેએ કેટલીક પૂરક માહિતી મગાવતા તે પણ આપવામાં આવી છે. આ બ્રિજ બનતા ત્યાંથી પસાર થતા 25 ,000થી વધુ વાહન ચાલકો ની અવરજવર રહે છે..
રાજકોટનો સાંઢિયા પુલ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો અને તેની આવરદા પૂરી થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે કારણ કે બ્રિજ બનાવવામાં રેલવે વિભાગ કોઇ રસ દાખવતું નથી ફક્ત સમયાંતરે સરવે કરીને ભારે વાહનોને પસાર ન કરવા જણાવવામાં આવે છે. પણ ભારે વાહનો હજુ પણ પસારથઈ રહ્યા છે.. જોકે રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ઝડપથી વિકસતો હોવાથી તેમજ સાંઢિયા પુલની બંને બાજુના રોડ 4 લેન બની ગયા હોવાથી વાહનો માટે આ પુલ ભારે ત્રાસદાયક બન્યો છે. આ કારણે મનપાએ છેલ્લા 5 વર્ષથી બ્રિજ બનાવવા માટે અનેક સ્તરે રજૂઆત કરી હતી પણ યોગ્ય જવાબ ન મળતા આખરે કામ રાજકોટ મહાનગરપાલિકા એ પોતે ઉપાડ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બ્રિજની પ્રારંભિક ડિઝાઈન અને વિગતો તૈયાર કરી રેલવેને મંજૂરી અર્થે મોકલી દીધી છે અને ત્યાંથી મંજૂરી મળતા જ ટેન્ડર માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે..ટેન્ડર થઈ ગયા બાદ આ બ્રિજ 18 મહિનામાં બની જશે તેવો દાવો કરાવામાં આવ્યો છે. હયાત બ્રિજ કરતા આ બ્રિજ વધુ મોટો બનશે તેમજ તેની પહોળાઈ 100 ફૂટ કરતા વધુ હોવાથી 4 લેન થશે તેમજ લંબાઈ 750 મીટર કરતા વધુ રહેશે જોકે બ્રિજના બંને છેડે પહોળાઈ ઓછી રહેશે કારણ કે ત્યાં સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ તમામ પાછળ 54 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષના બજેટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.