રાજીનામા પહેલા ઈમરાન ખાને રાખી 3 શરત, ધરપકડ ન થવી જોઈએ અને કેસ ન ચાલવા જોઈએ, જાણો ત્રીજી શરત
પાકિસ્તાનના રાજકારણમાં જેમ જેમ સમય વિતતો
જાય છે તેમ તેમ સસ્પેન્સ વધતું જાય છે. આ પાકિસ્તાનના રાજકારણે ફરી એક વખત નવો
વળાંક લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને
રાજીનામું આપતા પહેલા ત્રણ શરતો રાખી છે. તેમણે કહ્યું કે પદ છોડ્યા પછી તેમની
ધરપકડ ન થવી જોઈએ. તેમજ શાહબાઝ શરીફને બદલે અન્ય કોઈને વડાપ્રધાન બનાવવામાં આવે.
ત્રીજી શરતમાં તેમણે કહ્યું છે કે પદ છોડ્યા બાદ તેમની સામે NAB હેઠળ કોઈ કેસ નોંધાના ન જોઈએ. જિયો
ન્યૂઝને ટાંકીને આ જાણકારી સામે આવી છે.
ઈમરાન ખાનની ત્રણ શરતો
1- રાજીનામું આપ્યા પછી ધરપકડ ન થવી જોઈએ
2- NAB હેઠળ કોઈ કેસ ન થવા જોઈએ
3- શાહબાઝની જગ્યાએ અન્ય કોઈ વડાપ્રધાન બને
ઈમરાનના મંત્રીઓએ માની લીધી હાર ?
આ પહેલા ઈમરાન ખાનના બે મંત્રીઓએ સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાનો
બાયો બદલ્યો છે અને પોતાને પૂર્વ મંત્રી ગણાવ્યા છે. ઈમરાન સરકારમાં માહિતી મંત્રી
ફવાદ ચૌધરી અને વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીએ પોતાનો બાયો બદલીને પૂર્વ મંત્રી
તરીકે પોતાની ઓળખ આપી.
હું ઈમરાન ખાન સાથે ખોટું ન કરી શકું : સ્પીકર
સ્પીકર અસદ કૈસરે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન
કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે હું અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટ કરીને
ઈમરાન ખાન સાથે છેતરપિંડી કરી શકું નહીં. તેણે કહ્યું કે હું આ માટે કોઈપણ સજા
ભોગવવા તૈયાર છું.