ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના દીકરાની કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત, યોગેશ કુમારનો આબાદ બચાવ

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના પુત્રના વાહનને અકસ્માત નડ્યો છે. જાલૌનના આલમપુર બાયપાસ પાસે થયેલા આ અકસ્માતમાં ડેપ્યુટી સીએમનો પુત્ર આબાદ રીતે બચી ગયો હતો. યોગેશ કુમાર મૌર્ય પોતાની ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યા હતા. દરમિયાન તેમની ફોર્ચ્યુનર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જણાવી દઈએ કે શુક્રવારે જ કેશવ પ્રસાદ મૌર્યએ બીજી વખત ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીàª
12:39 PM Mar 26, 2022 IST | Vipul Pandya

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના પુત્રના
વાહનને અકસ્માત નડ્યો છે. જાલૌનના આલમપુર બાયપાસ પાસે થયેલા આ અકસ્માતમાં ડેપ્યુટી
સીએમનો પુત્ર આબાદ રીતે બચી ગયો હતો. યોગેશ કુમાર મૌર્ય પોતાની ફોર્ચ્યુનર કારમાં
જઈ રહ્યા હતા. દરમિયાન તેમની ફોર્ચ્યુનર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જણાવી
દઈએ કે શુક્રવારે જ કેશવ પ્રસાદ મૌર્યએ બીજી વખત ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
હતા.


કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ વિધાનસભા સીટ સપા ઉમેદવાર પલ્લવી પટેલ
સામે હારી ગયા. જો કે તેમના પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કરતા પાર્ટીએ ડેપ્યુટી સીએમની
કમાન સોંપી દીધી છે.
સંઘની
પૃષ્ઠભૂમિમાંથી આવતા કેશવ પ્રસાદ મૌર્ય પણ લાંબા સમયથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે
જોડાયેલા છે. સૌથી મોટી વાત એ છે કે કેશવ પ્રસાદ મૌર્યના પ્રદેશ અધ્યક્ષ તરીકેના
કાર્યકાળ દરમિયાન
2017માં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી. તેમનું નામ સીએમની રેસમાં
હતું
, જોકે બાદમાં પાર્ટીએ
યોગી આદિત્યનાથના નામ પર મહોર લગાવી દીધી હતી.


શનિવારે નવી કેબિનેટ સાથે પ્રથમ બેઠક કરી હતી. આ બેઠકમાં યોગી
કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવેલ મફત રાશન
યોજનાને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. બેઠક બાદ કેશવ મૌર્યએ કહ્યું કે
15 કરોડ લોકોને મફત
રાશન આપવું એ જનસેવા છે. અમે સંકલ્પ પત્રના દરેક વચનને પૂર્ણ કરીશું.
2024માં 75થી વધુ લોકસભા બેઠકો
જીતવાના સંકલ્પ સાથે કામ કરશે.

Tags :
CarAccidentcarandtractoraccidentDeputyChiefMinisterKeshavPrasadMauryaGujaratFirstUPYogeshKumar
Next Article