Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શા માટે નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે? શું છે ઓપરેશન ટ્રાઇટેંડ? જાણો

પોરબંદરમાં ઇન્ડીયન નેવી ડે ઉજવણીઓલવેધર પોર્ટ જેટી ખાતે ડેમોસ્ટ્રેશન યોજાયુંસાગરકાંઠે નેવી શિપ અને એરક્રાફ દ્વારા બાજ નજરIndian Navy Day 2022 : પોરબંદરમાં આજે ઓલવેધર પોર્ટ જેટી ખાતે નેવી દિવસની (Indian Navy Day 2022) ઉજવણી કરવામાં આવી હતી INS વિનાસમાં રડાર, મિસાઈલનું ડેમો્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સમૃદ્ધ તટ પર ભારતીય નેવી જવાબદારી શું છે? અને નેવી કંઈ રીતે કામગીરી કરે છે તે અગે વિસ્તૃત માં માહિતી નેવીà
શા માટે નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે  શું છે ઓપરેશન ટ્રાઇટેંડ  જાણો
  • પોરબંદરમાં ઇન્ડીયન નેવી ડે ઉજવણી
  • ઓલવેધર પોર્ટ જેટી ખાતે ડેમોસ્ટ્રેશન યોજાયું
  • સાગરકાંઠે નેવી શિપ અને એરક્રાફ દ્વારા બાજ નજર
Indian Navy Day 2022 : પોરબંદરમાં આજે ઓલવેધર પોર્ટ જેટી ખાતે નેવી દિવસની (Indian Navy Day 2022) ઉજવણી કરવામાં આવી હતી INS વિનાસમાં રડાર, મિસાઈલનું ડેમો્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સમૃદ્ધ તટ પર ભારતીય નેવી જવાબદારી શું છે? અને નેવી કંઈ રીતે કામગીરી કરે છે તે અગે વિસ્તૃત માં માહિતી નેવીએ આપી હતી.
આજના દિવસે પોરબંદર જેટી ખાતે ગુજરાત નેવલના ફ્લેગ ઓફિસર સમીર સખસેના નેવી ડે નિમિતે પોરબંદર જેટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા મીડિયાને રસપ્રદ માહિતી આપી હતી ત્યારબાદ પોરબંદર એરપોર્ટ નજીક આવેલ નેવલ એર એન્કલએવ ખાતે એર ક્રાફટ ડોનિયર તેમજ ખાસ  અન્ય અન મેન એરક્રાફટ ડેમો બતાવામાં આવ્યો હતો. આજ રીતે નેવી વિશે અન્ય રસપ્રદ માહિતી આપવામા આવી હતી.
શા માટે થાય નેવી ડે ની ઉજવણી
નૌસેના દિવસ  દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીર જવાનોને યાદ કરવામાં આવે છે. નેવી ડે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેના 3 ડિસેમ્બરના રોજ આપણા હવાઇ ક્ષેત્ર અને બોર્ડ વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડજવાબ આપવા માટે 'ઓપરેશન ટ્રાઇટેંડ' ચલાવવામાં આવ્યું હતું.
નૌસેના દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત હાંસલ કરનારી ભારતીય નૌસેનાની શક્તિ અને બહાદુરીને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. 'ઓપરેશન ટ્રાઈડેંટ' હેઠળ 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌસેનાએ પાકિસ્તાના કરાંચી નૌસૈનિક હેડક્વાર્ટર પર એટેક કર્યો હતો. આ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે.
નૌકાદળ સપ્તાહ 22 માટે મીડિયાને સંક્ષિપ્ત બ્રીફ કરતા ઇન્ડીયન નેવીએ આપી રસપ્રદ માહિતી
ગુજરાત દરિયાઈ રાજ્યનું ભૌગોલિક અને દરિયાઈ મહત્વ અને પાકિસ્તાન સાથે 532Km જમીનની સરહદ વહેંચે છે. 26/11 અને પુલવામા હુમલા પછીના બદલાયેલા ગુજરાતને ધ્યાનમાં રાખીને, દરિયાકાંઠાની સુરક્ષા માટે ભારતીય નૌકાદળની જવાબદારી વધી ગઈ છે. ગુજરાતમાં નૌકાદળની વધારાની અને સતત હાજરી અને તેની કામગીરીની જરૂરિયાત સર્વોપરી બની ગઈ છે. આ ફ્રન્ટલાઈન મેરીટાઈમ સ્ટેટનું આર્થિક મહત્વ અને એકંદર રાષ્ટ્રીય સુરક્ષા ગતિશીલતામાં સરક્રીકમાં વણઉકેલાયેલા દરિયાઈ સરહદ વિવાદનું મહત્વ પોરબંદર અને ઓખા ખાતે ફોરવર્ડ ઓપરેટિંગ બેઝમાંથી નૌકાદળની અસ્કયામતોના નિર્વાહ અને કામગીરીનું સંચાલન કરતા મુખ્ય પરિબળો છે.
ગુજરાતના દરિયાકાંઠાનું આર્થિક મહત્વ
ગુજરાતનું આર્થિક મહત્વ ગુજરાત પાસે 43 બંદરો સાથે 880nm (1630Km)નો દરિયાકિનારો છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે 13 SPM છે. હાલમાં 120 મિલિયન ટન એટલે કે દેશના 71% તેલની આયાત કચ્છના અખાતમાંથી થાય છે અને તેલની આયાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતના બંદરો વાર્ષિક 300 મિલિયન ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરે છે. આ ભારતના બંદરો પર હેન્ડલ થતા કુલ કાર્ગોના 30% છે.
ચાંચિયાગીરી વિરોધી કામગીરી
તેલ અને ખાતર સહિતનો ભારતનો વેપાર મોટી સંખ્યામાં અરબી સમુદ્ર અને કચ્છના અખાતમાંથી પસાર થાય છે. આ માર્ગનો ઉપયોગ કરતા જહાજો દ્વારા દરિયાઈ વેપારની સલામતી અને અવિરત સાતત્ય એ પ્રાથમિક રાષ્ટ્રીય ચિંતા છે જે અર્થતંત્રને સીધી અસર કરે છે. ભારતીય ધ્વજ ધરાવતા જહાજો અને દરિયાઈ મુસાફરીની ફરજોમાં કાર્યરત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે, ભારતીય નૌકાદળ એન્ટી-પાયરસી પેટ્રોલિંગ અને ઓપરેશન હાથ ધરે છે. એડનના અખાતની નજીકના ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં ભારતીય ધ્વજવાળા જહાજોને નિયમિત પેટ્રોલિંગ અને એસ્કોર્ટ કરવા માટે વિવિધ વર્ગના યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવે છે. ચાંચિયાગીરી વિરોધી કામગીરી માટે તૈનાત દરમિયાન, ભારતીય નૌકાદળના જહાજોએ અસંખ્ય ચાંચિયાગીરીના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.