Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi Rain : દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં સતત વધારો, જુઓ Video

દિલ્હીમાં પૂરની સ્થિતિ ધીમે ધીમે ગંભીર બની રહી છે. રાજધાનીમાં યમુના નદીના જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે, યમુનાનું જળસ્તર 1978માં 207.49 મીટરનું સ્તર વટાવીને 208.08 મીટરે પહોંચ્યું હતું, જે ખતરાના સ્તરથી 2.75 મીટર ઉપર...
05:37 PM Jul 13, 2023 IST | Dhruv Parmar

દિલ્હીમાં પૂરની સ્થિતિ ધીમે ધીમે ગંભીર બની રહી છે. રાજધાનીમાં યમુના નદીના જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યે, યમુનાનું જળસ્તર 1978માં 207.49 મીટરનું સ્તર વટાવીને 208.08 મીટરે પહોંચ્યું હતું, જે ખતરાના સ્તરથી 2.75 મીટર ઉપર છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યમુનાના જળસ્તરમાં વધારાને લઈને આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે માંગ કરી છે કે હરિયાણામાંથી છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવે. દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં 15 અને 16 જુલાઈએ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. વરસાદ અને પૂરના કારણે હિમાચલમાં અત્યાર સુધીમાં 873 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આજે પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Mahesana : સાગરદાણ કૌભાંડમાં Vipul Chaudhry સહિત 15 દોષિતોને 7 વર્ષની સજા

Tags :
CM residenceDelhidelhi floodheavy rain delhiheavy rain delhi ncrheavy rainfall delhi weatherIndiaNationalYamuna riveryamuna water level
Next Article