દિલ્હી મેયરની ચૂંટણીનું નવું મુહૂર્ત, SCના આદેશ બાદ આ તારીખે યોજાશે ચૂંટણી
દિલ્હી મેયરની ચૂંટણી 22 ફેબ્રુઆરીએ યોજાવાની છે. સુપ્રીમ કોર્ટ તરફથી આમ આદમી પાર્ટીને થોડાં દિવસો પહેલા મોટી રાહત આપવામાં આવી હતી. આ રાહત બાદ જ હવે મેયરની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 22મી ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે MCD ગૃહમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઉપરાજ્યપાલ વિકે સક્સેનાએ 22મી ફેબ્રુઆરીએ ચૂંટણીની મંજુરી આપી દીધી છે આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 22 àª
દિલ્હી મેયરની ચૂંટણી 22 ફેબ્રુઆરીએ યોજાવાની છે. સુપ્રીમ કોર્ટ તરફથી આમ આદમી પાર્ટીને થોડાં દિવસો પહેલા મોટી રાહત આપવામાં આવી હતી. આ રાહત બાદ જ હવે મેયરની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 22મી ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે MCD ગૃહમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઉપરાજ્યપાલ વિકે સક્સેનાએ 22મી ફેબ્રુઆરીએ ચૂંટણીની મંજુરી આપી દીધી છે આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 22 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકલ્યો હતો. આ પ્રસ્તાવને ઉપરાજ્યપાલે મંજુરી આપી દીધી.
અનેક અડચણો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે
અનેક અડચણો બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીં એ સમજવું જરૂરી છે કે દિલ્હીના રાજકારણમાં મેયરની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ ખેલાયો હતો. તમામ પ્રયાસો છતાં ચૂંટણી પૂર્ણ થઈ શકી નથી. ભાજપ સતત માંગ કરી રહ્યું હતું કે નામાંકિત સભ્ય એટલે કે એલ્ડરમેનને પણ ચૂંટણી દરમિયાન મતદાન કરવાનો અધિકાર હોવો જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા
શુક્રવારે સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, નિર્ણય એ લોકતંત્રતાનો વિજય હતો. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે સુપ્રીમ કોર્ટને ખૂબ ધન્યવાદ. દિલ્હીને હવે 2.5 મહિનાની અંદર જ મેયર મળી જશે. હવે સાબિત થઈ ગયું કે LG અને BJP સાથે મળીને ગેરકાયદેસર અને ગેરબંધારણિય નિર્ણયો દિલ્હીમાં આપે છે.
AAP અને દિલ્હીની જનતાની જીત
સુપ્રીમના નિર્ણય બાદ આપ એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યું કે, દિલ્હી એલજીએ પોતાના પદ પર રહેવાનો અધિકાર નથી તેમણે તુરંત રાજીનામું આપી દેવું જોઈએ. સુપ્રીમ કોર્ટનો નિર્ણય ભાજપ અને એલજીના મોં પર તમાચો છે. આ આમ આદમી પાર્ટી અને દિલ્હીના લોકોની મોટી જીત છે. જે એમસીડીને ભાજપથી મુક્ત કરશે. દિલ્હીને અઢી મહિનામાં તેના મેયર અને ડેપ્યુટી મેયર મળી જ જશે. છેલ્લા અઢી મહિનાથી ભાજપ અને ઉપરાજ્યપાલ પોતાની મનમરજીથી અલોકતાંત્રિક નિર્ણયો લઈને નગરપાલિતાના ગેરકાયદેસર રીતે કંટ્રોલ કરે છે.
વિવાદ
પાર્ટીએ કહ્યું કે, બંધારણ પ્રમાણે નોમિનેટ સભ્ય મત આપી શકે નહી હવે સુપ્રીમ કોર્ટે પણ આમ આદમી પાર્ટી તરફ નિર્ણય સંભળાવ્યો અને નોમિનેટ સભ્યોને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો નથી. કોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે 24 કલાકની અંદર ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર થવું જોઈએ. હવે 22 ફેબ્રુઆરીએ મેયરની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
આ પણ વાંચો - આખેઆખો મોબાઈલ ટાવર ચોરાયો, ચોર મળતા નોંધાઈ ફરિયાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement