Delhi: BJP ના હેડક્વાર્ટસ ખાતે મહત્વની બેઠક
દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક ચાલી રહી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર છે. પાર્ટી સંભવિત ઉમેદવારોની પસંદગી અંગે વિધાનસભા અનુસાર પ્રભારીઓની નિમણૂક કરવા વિચારી રહી છે. પાર્ટીના અનુભવી નેતાને વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવશે. તેમનું કામ સંબંધિત વિધાનસભાના બે-ત્રણ યુવા ઉમેદવારોની યાદી તૈયાર કરવાનું રહેશે જેઓ રાજકીય વારસા સાથે સંકળાયેલા નથી.