દિલ્હી કેપિટલ્સે પસંદ કર્યો નવો કેપ્ટન, આ ખેલાડીને મળી મોટી જવાબદારી
IPL 2023 સીઝન શરૂ થવાની છે, દર્શકો આ લીગની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લીગની તમામ ટીમો માટે ગણતરીઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે હવે ટૂર્નામેન્ટમાં સામેલ દિલ્હી કેપિટલ્સે તેમના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે, ગત સિઝનમાં ઋષભ પંત આ જવાબદારી સંભાળી રહ્યો હતો, જે ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે. .આ ખેલાડી દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન બનશેઋષભ પંત આઈપીએલની 2023 સીઝનમાં ભાગ લઈ શકશે નહીં. તેના
01:54 PM Feb 23, 2023 IST
|
Vipul Pandya
IPL 2023 સીઝન શરૂ થવાની છે, દર્શકો આ લીગની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લીગની તમામ ટીમો માટે ગણતરીઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે હવે ટૂર્નામેન્ટમાં સામેલ દિલ્હી કેપિટલ્સે તેમના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે, ગત સિઝનમાં ઋષભ પંત આ જવાબદારી સંભાળી રહ્યો હતો, જે ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે. .
આ ખેલાડી દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન બનશે
ઋષભ પંત આઈપીએલની 2023 સીઝનમાં ભાગ લઈ શકશે નહીં. તેના સ્થાને દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરને કેપ્ટનશિપ સોંપી છે. એટલે કે આ સિઝનમાં તે દિલ્હીની ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, વોર્નર અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન રહી ચૂક્યો છે, જ્યાં તેણે વર્ષ 2016માં SRHને ચેમ્પિયન બનાવ્યું હતું. તેના અનુભવને જોતા તેને દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે ડીસી એક વખત પણ આઈપીએલ ટાઈટલ જીતી શક્યા નથી.
IPL વોર્નરનો રેકોર્ડ આવો રહ્યો છે
ડેવિડ વોર્નરે પોતાની આઈપીએલની સફર દિલ્હીથી જ શરૂ કરી હતી, ત્યારબાદ વર્ષ 2022માં તે ફરી એકવાર દિલ્હી કેપિટલ્સનો ભાગ બન્યો હતો. વોર્નરના નામે IPLમાં 5 હજારથી વધુ રન નોંધાયેલા છે. તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમા ક્રમે છે. તેણે 162 IPL મેચોમાં 5881 રન નોંધાવ્યા છે, જે દરમિયાન તેણે ચાર સદી પણ ફટકારી છે. તેનો સ્ટ્રાઈક રેટ 140થી ઉપર છે.
દિલ્હી કેપિટલ્સ 2023ની સંપૂર્ણ ટીમ
ડેવિડ વોર્નર (સી), પૃથ્વી શો, મનીષ પાંડે, ફિલિપ સોલ્ટ, રિલી રુસો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, યશ ધૂલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિક નોર્ટજે, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ , લુંગી એન્ગીડી, મુસ્તાફિઝુર રહેમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article