Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગલુરૂ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં આગ લાગી, જુઓ વિડીયો

દિલ્હીથી (Delhi) બેંગલુરૂ જઈ રહેલી ઈન્ડિગોની (Indigo) ફ્લાઈટમાં એક ચિંગારી ઉઠી હતી જેના લીધે પ્લેનમાં આગ લાગતા પ્લેનને દિલ્હી એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યું હતું. દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2131ને સ્પાર્ક જોયા બાદ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મળતી વિગતો અનુસાર, વિમાનમાં કુલ 184 મુસાફરો સવાર હતા. દરેકને સુરક્ષ
બેંગલુરૂ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં આગ લાગી  જુઓ વિડીયો
દિલ્હીથી (Delhi) બેંગલુરૂ જઈ રહેલી ઈન્ડિગોની (Indigo) ફ્લાઈટમાં એક ચિંગારી ઉઠી હતી જેના લીધે પ્લેનમાં આગ લાગતા પ્લેનને દિલ્હી એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યું હતું. દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2131ને સ્પાર્ક જોયા બાદ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મળતી વિગતો અનુસાર, વિમાનમાં કુલ 184 મુસાફરો સવાર હતા. દરેકને સુરક્ષિત રીતે ઉતારવામાં આવી રહ્યા છે. આ ઘટના રાત્રે 9:45 વાગ્યે બની હતી, જેના પછી દિલ્હી એરપોર્ટ પર બધાને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
ઘટના બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ વિમાન ફરી ક્યારે ટેક ઓફ કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ મુસાફરો માટે અન્ય એક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. તે વિડીયોમાં જ્યારે પ્લેન ટેક ઓફ કરવા માટે રનવે પર દોડે છે ત્યારે અચાનક એક સ્પાર્ક થાય છે અને આગની જ્વાળાઓ દેખાવા લાગે છે. જે બાદ પાઈલટ વિમાનને રન-વે પર જ રોકી દે છે અને તમામ લોકોને બચાવી લેવામાં આવે છે.
છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ઘણી વખત ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ જોવા મળ્યું છે. મોટાભાગની ઘટનાઓ સ્પાઈસ જેટ સાથે બની છે, પરંતુ હવે ઈન્ડિગો અને એર ઈન્ડિયાના પ્લેનમાં પણ ટેક્નિકલ ખામી જોવા મળી રહી છે. હવે ભારતની ફ્લાઈટ નંબર 6E-2131માં સ્પાર્કથી આગના સમાચાર આવ્યા છે. આ ચિંગારી શા કારણે ઉઠી તે અંગે એરલાઈન્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ટેક્નિકલ ખામીના કારણે આવુ થયું હોવાની ચર્ચા થઈ રહી છે.
જુઓ વિડીયો...
Tags :
Advertisement

.