Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાતભાતના દંડ પ્રજા પર “પડતા પર પાટું” જેવા સાબિત થઇ રહ્યા છે…

આપણે ત્યા પ્રજા કરબોજથી કચડાઇ રહી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ પર કર વધતા જઇ રહ્યા છે. તેમાં હમણા હમણા જાત ભાતના દંડ પ્રજા પર ઝીંકાયા છે. જે સામાન્ય પ્રજા ઉપર “પડતા પર પાટું” જેવા સાબિત થઇ રહ્યા છે. સામાન્ય રીતે નિયમોના પાલનમાં નિયમિતતા જળવાય તે માટે રાજ્યતંત્રએ લોકોને જાગૃત રાખવા માટે સામાન્ય દંડ વસુલવો એવી સમજ સ્વીકારી શકાય પણ આડેધડ દંડની રકમમાં વધારો, તેને વસૂલ કરવાની રીત અને તેમàª
જાતભાતના દંડ પ્રજા પર  ldquo પડતા પર પાટું rdquo  જેવા સાબિત થઇ રહ્યા છે hellip
આપણે ત્યા પ્રજા કરબોજથી કચડાઇ રહી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ પર કર વધતા જઇ રહ્યા છે. તેમાં હમણા હમણા જાત ભાતના દંડ પ્રજા પર ઝીંકાયા છે. જે સામાન્ય પ્રજા ઉપર “પડતા પર પાટું” જેવા સાબિત થઇ રહ્યા છે. 
સામાન્ય રીતે નિયમોના પાલનમાં નિયમિતતા જળવાય તે માટે રાજ્યતંત્રએ લોકોને જાગૃત રાખવા માટે સામાન્ય દંડ વસુલવો એવી સમજ સ્વીકારી શકાય પણ આડેધડ દંડની રકમમાં વધારો, તેને વસૂલ કરવાની રીત અને તેમાંય તેથી આગળ વધીને દંડ વસૂલ કરનારા સત્તા મંડળોની ભાગબટાઇ અને ભ્રષ્ટાચાર - આ બધું પ્રજાને અને સરકારને લાંબે ગાળે ધાર્યા પરિણામો આપનારું બનતું નથી. તાજેતરમાં કોરોનાના માસ્ક પહેરવાના આગ્રહનું પાલન કરવા માટે લેવાયેલા દંડ પેટે મળતી માહિતી મુજબ 60 કરોડથી પણ વધારે રૂપિયાની રકમ દંડ પેટે વસુલ થઇ એવું કહેવાય છે. ત્રણ વર્ષ દરમિયાન 250 કરોડ સુધી આંકડો પહોંચે છે. હમણા તાજેતરમાં જ ટ્રાફિક ડ્રાઇવના એક અઠવાડિયાના જ અભિયાનમાં 24 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો. 
લોકો નિયમોનું પાલન કરે એવી લોકજાગૃતિ માટે આપણે ત્યાં વિશેષ વ્યવસ્થા નથી. વળી “બહુ માં બહુ શું થશે? દંડ ભરી દઇશું” એવી માનસિકતા વધે છે. અને બીજી બાજુ બધા જ નિયમોનું વિધિવત પાલન કરતા વર્ગને કે વ્યક્તિને કોઇ એેકૈદ નાનકડી ચૂક માટે સમજપૂર્વક દંડમાંથી મુક્તિ આપવાની કોઇ જોગવાઇ આપણે ત્યાં નથી. આ બધા કારણો સાથે દંડ વસૂલ કરનારું તંત્ર (પોલીસ તંત્ર પણ આવી જાય) નિયમ ભંગ કરનાર પાસેથી અનુચિત રકમ લઇને દંડમાંથી મુક્તિ આપે ત્યારે વાહનમાં બેઠેલા કે બહાર ઉભેલા સહુ કોઇ આ “તોડ”નો નજારો જોઇને આવું પણ થઇ શકે છે તેનો આડકતરો સંદેશ મેળવે ને સરકાર ને નુકશાન જાય એ બંને સ્થિતી સરવાળે તો પ્રજાના નુકસાનના ખાતામાં જ જમા થાય છે, એટલે જ આ દંડ નિતીની તટસ્થ સમીક્ષા થવી જોઇએ.
Advertisement
Tags :
Advertisement

.