Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીટાણે ભાજપ-કોંગ્રેસમાં ભરતી મેળો સોળે કળાએ ખીલ્યો

ભરૂચ (Bharuch) જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પ્રચાર પ્રસાર ધીરે ધીરે જામી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં ભરતી મેળાનું પ્રારંભ થયો હોય તેમ કેટલાય લોકો પક્ષોમાંથી નારાજ થઈ અન્ય પક્ષોના ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે આજે રવિવારના દિવસે વાગરા વિધાનસભાની બેઠકમાંથી કેટલાય લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.ભરૂ
ચૂંટણીટાણે ભાજપ કોંગ્રેસમાં ભરતી મેળો સોળે કળાએ ખીલ્યો
ભરૂચ (Bharuch) જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પ્રચાર પ્રસાર ધીરે ધીરે જામી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં ભરતી મેળાનું પ્રારંભ થયો હોય તેમ કેટલાય લોકો પક્ષોમાંથી નારાજ થઈ અન્ય પક્ષોના ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે આજે રવિવારના દિવસે વાગરા વિધાનસભાની બેઠકમાંથી કેટલાય લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ (Congress) સમિતિમાં શહેર પ્રમુખ તરીકે રહી ચૂકેલા વિકી શોખી તેમજ અન્ય કેટલાય કોંગ્રેસના હોદ્દેદારો કોંગ્રેસમાંથી નારાજ થઈ રાજીનામાં ધરી દીધા હતા અને કોંગ્રેસ સામે આંકરા પ્રહારો કર્યા હતા રાજકારણમાં જે પાર્ટીમાં જોડાવ તે પાર્ટીનું સારું બોલવું એક વખત હતો કે જેવો કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપની સરકારને તાનાશાહી સરકાર તરીકે મીડિયા સમક્ષ સંબોધી ચૂક્યા છે અને આજે તાનાશાહી સરકારની વિચારધારા સાથે જોડાયા હોવાનું રટણ કરી ખેસ ધારણ કર્યા છે.
ભરૂચ (Bharuch) જિલ્લામાં વાગરા વિધાનસભામાંથી કોંગ્રેસના કિશોરસિંહ રાણા તેઓના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા સાથે જ થોડા દિવસ અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર આઠ હોદ્દેદારો પોતાના સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા હતા અને આજથી ભાજપના ગુણગાન શરૂ કર્યા છે. જુઓ કોંગ્રેસમાંથી ભાજપમાં ખેસ ધારણ કરેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલમાં ભાજપનો કેસ ધારણ કરેલ વિકી શોખી શું કહી રહ્યાં છે 
ડિસ્ટ્રીક બેંક ખાતે મોટી માત્રામાં કોંગ્રેસના હોદ્દેદારો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હશે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા લોકો ભાજપની વિચારધારા સાથે આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાનું રટણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે કર્યું હતું. તો બીજી તરફ વાગરા વિધાનસભાના મત વિસ્તારમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વહીયાલ ગામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કેટલાય કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની ઘટના સામે આવી હતી અને અંદાજિત સવા સોથી વધુ લોકો ભાજપને જાકારો આપી કોંગ્રેસમાં જોડાયા હોવાનું રતન કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાએ કર્યું હતું
વહીયાલ ગામે કેટલાય ભાજપના (BJP) કોંગ્રેસમાં જોડાયા હોવાની વાતને ભાજપના જિલ્લા પ્રમુખે વાહિયાદ ગણાવી હતી ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા એક પણ કાર્યકર ભાજપનો ન હોવાનું જણાવી તેમજ કોંગ્રેસ બોખલાઈ ગયુ હોવાનું આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતિસિહ અટોદરિયાએ આક્ષેપ કર્યા હતા
ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, વિધાનસભાની ચૂંટણી ટાણે મતદારો માટે ત્રીજા વિકલ્પ સમાન આમ આદમી પાર્ટી સક્રિય બની રહી છે જેના પગલે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં ત્રણેય પાર્ટીમાં જોડાવા અંગેનો મેળો જામી રહ્યો છે. સૌપ્રથમ આમ આદમી પાર્ટીની વેપારીઓ સાથેના સંવાદમાં લોકોએ આમ આદમીનો ખેસ ધારણ કર્યો હતો. તો રવિવારના દિવસે વાગરા વિધાનસભાના મતવિસ્તારમાંથી ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં લોકો જોડાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.