Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું

મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી, આ સિદ્ધિએ મુંદ્રાને અત્યાધુનિક અને સર્વાધિક વિકસિત ભારતીય બંદર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે.સૌથી ઊંડા કન્ટેનર જહાજ MSC વોશિંગ્ટનને લાંગરવામાં ખુબ જ તકà«
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું
મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી, આ સિદ્ધિએ મુંદ્રાને અત્યાધુનિક અને સર્વાધિક વિકસિત ભારતીય બંદર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે.સૌથી ઊંડા કન્ટેનર જહાજ MSC વોશિંગ્ટનને લાંગરવામાં ખુબ જ તકેદારી રાખવામાં આવી હતી. 
લાંગરતા પહેલા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું.
જહાજના કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહેતી પોર્ટની મરીન ટીમે આ કામ સુપેરે પાર પાડ્યું હતું.1.9 MT વજન ધરાવતા જહાંજને સરળતાથી લાંગરતા પહેલા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. વળી ઓપરેશનમાં કોઈપણ જાતની ભૂલચૂક ન થાય તે માટે પણ ટીમને ખડેપગે રાખવામાં આવી હતી. કેપ્ટન સચીન શ્રીવાસ્તવના વડપણ હેઠળ સમગ્ર ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.
ભારતીય બંદરોમાં પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ છે.
કેપ્ટન જણાવે છે કે મુંદ્રા પોર્ટ પર બર્થ કરનારું MSC વોશિંગ્ટન ભારતીય બંદરોમાં પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ છે. મરીન ટીમે જહાજને તમામ જટિલ સંજોગો અને હવામાનને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બર્થ કરાવવા જરૂરી ક્લિયરન્સની કામગીરી કરી હતી. અદાણી પોર્ટ મુન્દ્રા આવા ભારેખમ જહાજોને સરળતાથી અને સુરક્ષિત રીતે સમાવી શકે છે અદાણી પોર્ટ માટે આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

વિવિધ માલસામાનના પસંદગીના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે
MSC વોશિંગ્ટન LNG ડ્યુઅલ-ફ્યુઅલ 14K TEU અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ (ULCV) છે, જે C-LNG સોલ્યુશન્સ દ્વારા LNG ફ્યુઅલ ગેસ સપ્લાય સિસ્ટમ (FGSS) થી સુસજ્જ છે. ગત વર્ષે સૌથી વિશાળ જહાજોમાંનાં એક અને 17,292 કન્ટેનર્સની ક્ષમતા ધરાવતા APL રેફલ્સને લાંગરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટ વિવિધ કાર્ગો અને કોમોડિટીઝ માટે સમર્પિત ટર્મિનલ્સ સાથે 248.82 MMT કાર્ગો હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતા સાથે 26 બર્થ અને બે સિંગલ-પોઇન્ટ મૂરિંગની વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવે છે.ભારતનું સૌથી મોટાં ખાનગી બંદર તરીકે અદાણી પોર્ટ મુંદ્રા એક્ઝિમ કાર્ગો, કૃષિ ઉત્પાદનો અને વિવિધ માલસામાનના પસંદગીના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. સતત વધી રહેલા કાર્ગો વોલ્યુમને જોતા અદાણી પોર્ટ મુન્દ્રા વિશ્વના ટોચના દસ બંદરોમાં સ્થાન મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.