Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાવરકુંડલામાં ભગવાન ગણેશનો 21 લાખની ચલણી નોટોનો શણગાર

દેશભરમાં ગણેશોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઇ રહ્યો છે. ગણેશ પંડાલોમાં અવનવા પ્લોટ ઉભા કરવામાં આવતાં ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીના સાવરકુંડલામાં ભગવાન વિધ્નહર્તાને 21 લાખની ચલણી નોટોનો હાર પહેરાવી શણગારવામાં આવ્યા હતા અને કડકડતી ચલણી નોટો દ્વારા આકર્ષક પ્લોટ ઉભો કરાયો હતો. સાવરકુંડલામાં સદ્ભાવના ગૃપ દ્વારા ઉજવાઇ રહેલા ગણેશોત્સવમાં આંખોને આકર્ષીત કરે તેવો પà«
સાવરકુંડલામાં ભગવાન ગણેશનો 21 લાખની ચલણી નોટોનો શણગાર
દેશભરમાં ગણેશોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઇ રહ્યો છે. ગણેશ પંડાલોમાં અવનવા પ્લોટ ઉભા કરવામાં આવતાં ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીના સાવરકુંડલામાં ભગવાન વિધ્નહર્તાને 21 લાખની ચલણી નોટોનો હાર પહેરાવી શણગારવામાં આવ્યા હતા અને કડકડતી ચલણી નોટો દ્વારા આકર્ષક પ્લોટ ઉભો કરાયો હતો. 
સાવરકુંડલામાં સદ્ભાવના ગૃપ દ્વારા ઉજવાઇ રહેલા ગણેશોત્સવમાં આંખોને આકર્ષીત કરે તેવો પ્લોટ બનાવવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી ઉજવાઇ રહેલા સદ્ભાવના ગૃપના ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાને રોજબરોજ અવનવા શણગારો સજીને દર્શાનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે. આ વખતે ગણપતિ બાપ્પાને મંડળ દ્વારા 21 લાખની ચલણી નોટનો હાર પહેરાવામાં આવ્યો હતો. ગણેશ પંડાલમાં પણ ચલણી નોટોનો પ્લોટ ઉભો કરાયો હતો. સદ્ભાવના ગૃપના સભ્યો દ્વારા સતત 8 કલાક સુધી 10 રુપિયાથી લઇને 20, 50, 100, 200 અને 500 અને 2 હજારની ચલણી નોટોથી ગણપતિ બાપ્પાને શણગારવામાં આવ્યા હતા.
ગણેશ પંડાલમાં 21 લાખની ચલણી નોટોનો પ્લોટ ઉભો કરાતા ભક્તોમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ગણપતિ બાપ્પાના દર્શને પહોંચ્યા હતા ને ધન્યતા અનુભવી હતી. ગલીએ ગલીએ ઉજવાતા ગણેશ મહોત્સવમાં સાવરકુંડલામાં જે રીતે ગણપતિ બાપાનો લાખો રૂપિયાની ચલણી નોટોથી શણગાર કરાયો હતો તેને જોઇને  ભક્તો અચંબિત થઇ ગયા હતા. આખા અમરેલી જિલ્લામાં એક માત્ર સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાનો શણગાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
Advertisement
Tags :
Advertisement

.