Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માનવતા મરી પરવારી! વધુ એક નવજાત બાળક થેલામાંથી મળી આવ્યું

ભાભરના બોરિયા ગામ નજીકથી એક નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અહીં નવાઇની વાત એ છે કે, અજાણી શખ્સ બાળકને એક થેલામાં ભરી બાંકડા પર મૂકી ગયું હતું. પણ કહેવાય છે કે 'જાકો રાખે સાઇયા માર શકે ના કોઇ' કઇંક આવું જ અહીં બન્યું છે.ઘટના ભાભરના બોરિયા ગામ નજીકની છે, જ્યા કોઇ અજાણી વ્યક્તિ એક નવજાત (ત્રણ-ચાર દિવસ) બાળક એક થેલામાં મુકીને જતી રહી છે. જ્યારે આ બાળકના રડવાનો અવાજ આવ્યો તો આજુબાàª
માનવતા મરી પરવારી  વધુ એક નવજાત બાળક થેલામાંથી મળી આવ્યું
ભાભરના બોરિયા ગામ નજીકથી એક નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અહીં નવાઇની વાત એ છે કે, અજાણી શખ્સ બાળકને એક થેલામાં ભરી બાંકડા પર મૂકી ગયું હતું. પણ કહેવાય છે કે 'જાકો રાખે સાઇયા માર શકે ના કોઇ' કઇંક આવું જ અહીં બન્યું છે.
ઘટના ભાભરના બોરિયા ગામ નજીકની છે, જ્યા કોઇ અજાણી વ્યક્તિ એક નવજાત (ત્રણ-ચાર દિવસ) બાળક એક થેલામાં મુકીને જતી રહી છે. જ્યારે આ બાળકના રડવાનો અવાજ આવ્યો તો આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને થેલામાં મુકેલા નવજાત બાળકને જોઇ ચોંકી ગયા હતા. લોકો સમજી જ ન શક્યા કે કોઇ એક નવજાત બાળકને આવી રીતે કેમ મુકી શકે. બાળકને જોયા બાદ લોકોએ તુરંત જ 108ને કોલ કર્યો હતો. 108 ના કર્મીઓ આવ્યા બાદ આ નવજાત બાળકને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જ્યા તેની સારવાર ચાલી રહી છે. ભાભર પોલીસને આ અંગે જાણ થતા તેમણે વધુ તપાસ હાથ ધરી છે. 
ઉલ્લેખનીય છે કે, ભાભર જ નહીં આ પહેલા ધાંગધ્રાના ભરાડા ગામમાં પણ આવી જ એક ઘટના બની હતી. અહીં પણ જાણે માનવતા મરી પરવારી હોય એમ ફૂલ જેવી નવજાત બાળકીને કોઈ રાત્રિના અંધારામાં ગટરમાં ફેંકીને ભાગી ગયું હતું. ત્યારે ભરાડા ગામના સરપંચ દીનેશભાઇ ભુવા સરપંચે 108માં કોલ કર્યો હતો. જાણ થતાં તુરંત જ 108 સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ કરતા જાણ થઇ કે, નવજાત બાળકીને કોઈ અજાણ્યા શખ્સ મોડી રાતે ભરાડા ગામની ગટરમાં ફેંકી દીધી હતી. 
Advertisement
Tags :
Advertisement

.