Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાળંગપુર ખાતે દાદાના સિંહાસનને ફુલોના બનેલા સંગીતના વાદ્યોથી સજાવાયું, હજ્જારો ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

વડતાલ ધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર માસની અગિયારસને લઇને અનોખો શણગાર કરાયો. જેમાં દાદાને ફૂલોથી બનેલા સંગીતના વાદ્યોથી સજાવવામાં આવ્યા. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણા વાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર જય સ્વામિનારાયણના માર્ગદર્શનથી આ શણગાર કરાયો. એકાદશી તારીખ 19 2 2022 સોમવાર રોજ શ્રી સ્વામિનારàª
07:10 AM Dec 19, 2022 IST | Vipul Pandya
વડતાલ ધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર માસની અગિયારસને લઇને અનોખો શણગાર કરાયો. જેમાં દાદાને ફૂલોથી બનેલા સંગીતના વાદ્યોથી સજાવવામાં આવ્યા. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણા વાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર જય સ્વામિનારાયણના માર્ગદર્શનથી આ શણગાર કરાયો. એકાદશી તારીખ 19 2 2022 સોમવાર રોજ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે દાદાને દિવ્ય હજારી ગર્લ ગલગોટા વગેરે ફૂલોના બનેલા કલાત્મક સંગીત વાદ્યોનો શણગાર કરાવાયો. 
સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.  દાદાના સિંહાસનને ફુલોથી બનેલા સંગીતના વાદ્યોથી સજાવાયું હતું. તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું  આયોજન કરાયું છે.. એટલું નહીં  સમગ્ર પવિત્ર ધનુર માસ દરમ્યાન વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે..  હજારો હરિભક્તો દિવ્ય દર્શન નો લાભ પ્રત્યક્ષ તેમજ youtube ચેનલ દ્વારા ઓનલાઇન જેનો લ્હાવો લઇ રહ્યા છે. 
આ પણ વાંચોઃ કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DecoratedDevoteesFlowersGujaratFirstmusicalinstrumentsSalangpur
Next Article