જેતપુરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ વખતે સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા, બે માળનું મકાન ધરાશાયી, બે વ્યક્તિને ઇજા
જેતપુરમાં ગેસના સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. જેતપુરની વોરાવાડ આંબલી શેરી પાસે આ બાટલા ફાટ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગેરકાયદેસર રિફિલિંગ કરતા બાટલા ફાટવાની ઘટના બની છે. બાટલા ફાટવાથી એટલો પ્રચંડ વિસ્ફોટ થયો કે બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. તેમજ મકાનના પતરા 100 ફૂટ દૂર ઉડ્યા હતા. વહેલી સવારે ગેરકાયદેસર બાટલા રિફિલિંગનું કામ ચાલતું હતું ત્યારે બાટલા ફાટતા બે વ્યક્તિ àª
04:46 PM Apr 10, 2022 IST
|
Vipul Pandya
જેતપુરમાં ગેસના સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. જેતપુરની વોરાવાડ આંબલી શેરી પાસે આ બાટલા ફાટ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગેરકાયદેસર રિફિલિંગ કરતા બાટલા ફાટવાની ઘટના બની છે. બાટલા ફાટવાથી એટલો પ્રચંડ વિસ્ફોટ થયો કે બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. તેમજ મકાનના પતરા 100 ફૂટ દૂર ઉડ્યા હતા. વહેલી સવારે ગેરકાયદેસર બાટલા રિફિલિંગનું કામ ચાલતું હતું ત્યારે બાટલા ફાટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની પ્રાથમિક વિગતો જે સામે આવી છે તે પ્રમાણે જ્યાં આ વિસ્ફોટ થયો છે તે મકાન અફઝલભાઈએ ફિરોઝભાઈને ભાડે આપ્યું હતું. જેમાં ફિરોઝભાઈ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરતા હતા. તેવામાં રવિવારે સવારે 7 વાગ્યે રિફિલિંગ કરતા હતા ત્યારે બાટલા ધડાકાભેર ફાટ્યા હતા. જેથી બે માળનું મકાન ધરાશયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ જેતપુર નગપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગેસના બાટલા ફાટતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું સુતો હતો ત્યારે ધડાકો થતા મને ધરતીકંપ જેવા અવાજનો અનુભવ થયો હતો. આથી અમે ઘરની બહાર દોડી ગયા હતા. બહાર આવીને જોયું તો ગેસના બાટલા ફાટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મકાન માલિક અફઝલભાઈએ જણાવ્યું હતું કે 7 વાગ્યાની આસપાસ જોરદાર બ્લાસ્ટ થતા હું ભરનિંદરમાંથી જાગી ગયો હતો. બહાર આવતા જોયું તો મારું બે માળનું મકાન ધરાશાયી થયું હતું. બાદમાં ગેસના બાટલા ફાટ્યાનું જાણવા મળ્યું હતું જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.
અફઝલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જૂના જેતપુરમાં જૂના મકાનો આવેલા છે. ગેસના બાટલા ફાટતા આજુબાજુના વર્ષો જૂના મકાનોમાં તિરાડો પડી ગઈ છે. મકાનના ત્રીજા માળની છત પર પતરા ઉડીને પડ્યા હતા. મારા દાદાએ ફિરોઝભાઈના દાદાને મકાન ભાડે આપ્યું હતું. પરંતુ ફિરોઝભાઈ 15થી 20 વર્ષથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરતા હતા. આ અંગે મે ફિરોઝભાઈને અવારનવાર ટોક્યા હતા પરંતુ તેઓ માનતા નહોતા. ગેસના બાટલા ફાટ્યા બાદ 30થી 35 સિલિન્ડર સગેવગે કરવામાં આવ્યા છે. હજી મકાનના કાટમાળ હેઠળ અસંખ્ય બાટલા દટાયા હોવાનો અંદાજ છે. આ બ્લાસ્ટથી આસપાસના મકાનની બહાર રહેલા વાહનોમાં પણ નુકસાની પહોંચી છે.
Next Article