તાઇવાનના રક્ષા મંત્રાલયની વેબસાઇટ પર સાયબર એટેક, ચીન સાથે વધ્યો તણાવ
ચીન અને તાઇવાન વચ્ચે વધેલા સંકટ દરમિયાન તાઇવાનના સંરક્ષણ મંત્રાલય પર સાયબર એટેક કરવામાં આવ્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે તેની વેબસાઈટ પર સાયબર એટેક કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે સાઇટ અસ્થાયી રૂપે ઑફલાઇન હતી. અધિકારીઓએ કહ્યું કે તેઓ સાયબર સુરક્ષા વધારવા માટે અન્ય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે કારણ કે ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે આવી ઘટનà
ચીન અને તાઇવાન વચ્ચે વધેલા સંકટ દરમિયાન તાઇવાનના સંરક્ષણ મંત્રાલય પર સાયબર એટેક કરવામાં આવ્યો છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે તેની વેબસાઈટ પર સાયબર એટેક કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે સાઇટ અસ્થાયી રૂપે ઑફલાઇન હતી. અધિકારીઓએ કહ્યું કે તેઓ સાયબર સુરક્ષા વધારવા માટે અન્ય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે કારણ કે ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે આવી ઘટનાઓ ચિંતાજનક છે.
ઉલ્લેખનિય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ કાર્યાલય સહિત ઘણી સરકારી વેબસાઇટ્સ પર વિદેશી સાયબર હુમલાઓ થયા હતા, જેમાંથી કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે ચીન અને રશિયા દ્વારા આ સાયબર એટેક કરવામાં આવ્યા છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની સફળ મુલાકાતને પગલે ચીનના સૈન્યએ બુધવારે તાઈવાનની આસપાસ સંયુક્ત નૌકા-હવાઈ કવાયત હાથ ધરી હતી, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે તે સ્વ-શાસિત ટાપુ પર નાકાબંધી કરવાનો પ્રયાસ કરી શકે છે. ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે જણાવ્યું હતું કે નૌકાદળ, વાયુસેના, રોકેટ ફોર્સ અને સ્ટ્રેટેજિક આસિસ્ટન્સ ફોર્સ, અન્ય દળોએ તાઈવાનની આસપાસના દરિયાઈ અને એરસ્પેસમાં કવાયતમાં ભાગ લીધો હતો.
અધિકૃત મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે PLA 4 થી 7 ઓગસ્ટ સુધી છ અલગ-અલગ વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ પણ કરશે જે તમામ દિશાઓથી તાઈવાન ટાપુની આસપાસ છે. મંગળવારે પેલોસી તાઇવાન પહોંચ્યા બાદ ચીને સૈન્ય કવાયત વધુ તીવ્ર બનાવી હતી.
સરકાર સંચાલિત ગ્લોબલ ટાઈમ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે તાઈવાનની આસપાસ PLA ની લશ્કરી કવાયત પુનઃ એકીકરણ અભિયાનના ભાગરૂપે ચાલુ રહેશે અને ટાપુની નાકાબંધી કવાયત નિયમિત બની જશે. લશ્કરી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે PLA પેલોસીની મુલાકાત પર પોતાનો ગુસ્સો કાઢવા અને આગામી અઠવાડિયામાં નિયમિત લશ્કરી કવાયત કરવા માટે તાઇવાનમાં ડ્રોન મોકલી શકે છે.
Advertisement