Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જોધપુરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ, ત્રણ લોકોની ધરપકડ, મુખ્યમંત્રી અશોક ગહલોતની બેઠક

રાજસ્થાનના કરૌલી બાદ જોધપુર અને સરદારપુરા વિસ્તારમાં મોડી રાત્રે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં તંગદિલી છવાઈ ગયો છે. સોમવારે મધ્યરાત્રિએ જાલૌરી ગેટ ચોક પર સ્થિત સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પાસે ઇસ્લામિક ધ્વજ ફરકાવવાને લઈને વિવાદ શરૂ થયો હતો જે થોડા જ સમયમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. ઘટના બાદ પોલીસે જાલૌરી ગેટ તàª
12:30 PM May 03, 2022 IST | Vipul Pandya
રાજસ્થાનના કરૌલી બાદ જોધપુર અને સરદારપુરા વિસ્તારમાં મોડી રાત્રે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં તંગદિલી છવાઈ ગયો છે. સોમવારે મધ્યરાત્રિએ જાલૌરી ગેટ ચોક પર સ્થિત સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પાસે ઇસ્લામિક ધ્વજ ફરકાવવાને લઈને વિવાદ શરૂ થયો હતો જે થોડા જ સમયમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. ઘટના બાદ પોલીસે જાલૌરી ગેટ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને મોડી રાત્રે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 
તો મંગળવારે સવારે ઇદની નમાજ બાદ પણ આ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ બની હતી, જેથી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જોધપુર પોલીસના જણાવ્યા અનુસાર અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે અને હવે જોધપુરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જે 4 મેની રાત સુધી લાગુ રહેશે. ઉપરાંત પોલીસે આ મામલે 3 લોકોની અટકાયત પણ કરી છે.
તણાવપૂર્ણ માહોલને ધ્યાને રાખીને જોધપુરના તમામ બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને સના તથા દરેક ખુણા પર પોલીીસ અને સુરક્ષા દળોને તહેનાત કરી દીધા છે. સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત પોતે ઘટનાસ્થળે હાજર છે અને લોકોને શાંતિ જાળવવા માટે સતત અપીલ કરી રહ્યા છે. તો આ તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા તેમના જન્મદિવસના તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસે વિવાદનો અંત લાવવાની દિશામાં આગળ વધીને બંને સમુદાયના ધ્વજને હટાવી દીધો છે અને ત્યાં ત્રિરંગો ફરકાવ્યો છે. આ અથડામણમાં બંને કોમના કુલ 7 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 3જી મેના રોજ બપોરે 1 વાગ્યા સુધી જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ 
આ ઘટના પછી, જોધપુર પોલીસે શહેરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવાના આદેશ આપ્યા છે. જે 4 મેની મધ્યરાત્રિ સુધી અમલમાં રહેશે. જોધપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેડક્વાર્ટર રાજકુમાર ચૌધરીએ આદેશ જાહેર કરીને કહ્યું કે પોલીસ સ્ટેશન વિસ્તાર ઉદયમંદિર, સદરકોટવાલી, સદરબજાર નાગોરી ગેટ, ખંડાફલસા, પ્રતાપનગર, પ્રતાપનગર સદર દેવનગર, સુરસાગર, સરદારપુરામાં કર્ફ્યુ અમલમાં રહેશે, જે દરમિયાન કોઈપણ વ્યક્તિ ઘરની બહાર જઈ શકશે નહીં.
મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
ઘટનાની જાણકારી મળતા જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે અને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્ય સચિવ ઉષા શર્મા, ગૃહ વિભાગના એસીએસ અભય કુમાર, એડીજી કાયદો અને વ્યવસ્થા હવા સિંહ ઘુમરિયા, ડીજી ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રા અને એડીજી ક્રાઈમ રવિ પ્રકાશ મેહરા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સચિવાલયમાં ઓર્ડર. મુખ્યમંત્રીએ ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ અને જોધપુરના પ્રભારી મંત્રી ડૉ. સુભાષ ગર્ગ, ACS હોમ અભય કુમાર, ADG કાયદો અને વ્યવસ્થા હવા સિંહ ઘુમરિયાને પરિસ્થિતિને જોતા તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા જોધપુર જવાનો નિર્દેશ આપ્યો છે.
Tags :
CMAshokGehlotCommunalClashCurfewGujaratFirstJodhpurJodhpurViolenceજોધપુરહિંસા
Next Article