Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પતિયાલામાં હિંસા બાદ લાદી દીધો કર્ફ્યું, CMની અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક

પંજાબના પતિયાલામાં શુક્રવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેઓએ હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. આ ઘટના દરમિયાન પથ્થરમારો પણ થયો હોવાના અહેવાલ છે. પટિયાલામાં હિંસાને જોતા શહેરમાં આજે 29 એપ્રિલની સાંજે 7 વાગ્યાથી આવતીકાલે 30 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન પટિયાલા હિંસા કેસને લઈને à
02:01 PM Apr 29, 2022 IST | Vipul Pandya

પંજાબના પતિયાલામાં
શુક્રવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેઓએ
હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો
, પોલીસે જણાવ્યું હતું. આ ઘટના દરમિયાન પથ્થરમારો
પણ થયો હોવાના અહેવાલ છે. પટિયાલામાં હિંસાને જોતા શહેરમાં આજે
29 એપ્રિલની સાંજે 7 વાગ્યાથી આવતીકાલે 30 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ
લાદવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન પટિયાલા હિંસા કેસને લઈને ખૂબ નારાજ છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે
પોલીસ ઈન્ટેલિજન્સે સરઘસ અંગે જિલ્લા પોલીસને જાણ કરી હતી
. પરંતુ તેઓ મામલાની ગંભીરતા સમજી શક્યા ન હતા. 

javascript:nicTemp();

સૂત્રોએ જણાવ્યું કે આ
ઘટનામાં બેદરકારી બદલ આઈજી પતિયાલા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ
શકે છે. 
પતિયાલામાં
બે જુથો વચ્ચે થયેલી અથડામણમાં
અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા
માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. 
પતિયાલાના પોલીસ
મહાનિરીક્ષક રાકેશ અગ્રવાલે પટિયાલામાં પત્રકારોને જણાવ્યું કે પરિસ્થિતિ હવે
નિયંત્રણમાં છે. તેણે કહ્યું
, અમે બહારથી પોલીસ ફોર્સને બોલાવી છે. ડેપ્યુટી
કમિશનર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં
શાંતિ પુનઃસ્થાપિત કરવી તેમની પ્રાથમિકતા છે. 

Tags :
BhagwantMannCurfewGujaratFirstpatiyalaPunjab
Next Article