Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જીરુ પકડવતા ખેડૂતો ખુશખુશાલ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ

જીરાનો એક મણ નો ભાવ 6500 રૂપિયા મળી રહ્યો છે 2023નું નવું વર્ષ જીરું વાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે.આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના 6300 થી લઈને 6500 સુધીના હાઈએસ્ટ ભાવ  મળ્યા હતા.. એક મણ નો ભાવ 6500 રૂપિયા જેટલો મળતા ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી... ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવખેડૂતોને આટલો મà
જીરુ પકડવતા ખેડૂતો ખુશખુશાલ  રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ
જીરાનો એક મણ નો ભાવ 6500 રૂપિયા મળી રહ્યો છે 
2023નું નવું વર્ષ જીરું વાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે.આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના 6300 થી લઈને 6500 સુધીના હાઈએસ્ટ ભાવ  મળ્યા હતા.. એક મણ નો ભાવ 6500 રૂપિયા જેટલો મળતા ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી... 

ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ
ખેડૂતોને આટલો મોટો ભાવ અગાઉ ક્યારે મળ્યો ન હતો... ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે જીરાનો મળી રહ્યો છે... રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું હતું કે તેમણે આ વખતે 4500થી 5500 એક મણ જીરાનો ભાવ મળશે તેવું ધાર્યું હતું જો કે તેમની ધારણા કરતા 1000 જેટલો વધુ ભાવ મળ્યો હતો... રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જીરૂ વેચવા આવ્યા હતા... 

આ છે સારા ભાવ મળવાના કારણો 
આ અંગે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે આજે ભાવ છે એ ઐતિહાસિક ભાવ છે આટલા સારા ભાવ મળવા પાછળના અલગ અલગ કારણો પણ છે જેમાંથી સૌથી મહત્વનું કારણ એ છે કે આ વખતે જીરાનું ઉત્પાદન ઓછું જ રહ્યું છે ત્યારે ગયા વર્ષનું જે જીરું છે તેમની માર્કેટ જોઈને ખેડૂતો અત્યારે સારા ભાવ સાથે જીરાનો પાક વેચી રહ્યા છે તો અન્ય એક કારણ એવું પણ સામે આવ્યું છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.. રાજકોટ પંથકમાં ઉત્પાદન થતું જીરુ એ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ગુણવત્તા વાળું હોવાનું પણ મનાય છે ત્યારે સારી ગુણવત્તાવાળા જીરાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખૂબ સારા મળી રહ્યા છે.. હાલ દરરોજ આશરે 2000 જેટલી ગુણી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતી હોય છે...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડા
Advertisement
Tags :
Advertisement

.