Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભૂજના સ્મૃતિવન ખાતે ક્રિસમસની રજાને લઇને ઉમટી ભીડ, ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સનું પાલન

રજાને પગલે ભૂજના સ્મૃતિવન ખાતે ઉમટી ભીડ કોરોનાની મહામારી વચ્ચે કચ્છના મુખ્ય મથક ભુજના સ્મૃતિવન ખાતે આજે ક્રિસમસની રજાના સમયે લોકોની ભારે ભીડ ઉમટેલી જોવા મળી હતી. જોકે અહીં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા એટલું જ નહીં જવાબદારો દ્વારા પણ નિયમોની અમલવારી કરાવવાના બદલે માત્ર ને માત્ર બેદરકારી દાખવતા હોય તેવો માહોલ ઊભો થવા પામ્યો હતો હા
08:26 AM Dec 25, 2022 IST | Vipul Pandya
રજાને પગલે ભૂજના સ્મૃતિવન ખાતે ઉમટી ભીડ 
કોરોનાની મહામારી વચ્ચે કચ્છના મુખ્ય મથક ભુજના સ્મૃતિવન ખાતે આજે ક્રિસમસની રજાના સમયે લોકોની ભારે ભીડ ઉમટેલી જોવા મળી હતી. જોકે અહીં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા એટલું જ નહીં જવાબદારો દ્વારા પણ નિયમોની અમલવારી કરાવવાના બદલે માત્ર ને માત્ર બેદરકારી દાખવતા હોય તેવો માહોલ ઊભો થવા પામ્યો હતો હાલમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હરવા ફરવા માટે આવતા હોય છે 

નિયમોનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો 
ગુજરાત ફર્સ્ટની ટીમે  ભુજના સ્મૃતિવનની આજે  મુલાકાત લીધી હતી જ્યાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ખુદ કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા,મુખ્ય ગેટ પર ટેમ્પરેચર મશીન,સેનેટાઇઝરની વ્યવસ્થા જોવા મળી ન હતી,ત્યારે આવનારા દિવસોમાં જો આવી બેદરકારી રહેશે તો કોરોનાનો પગ પેસારો થઈ શકે તેમ છે ત્યારે જે તે સ્થળના જવાબદારો એ જ જાગૃતિ રાખવી જરૂરી બની રહે છે તેમજ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા તેમજ માસ્ક પહેરાવવા અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવા માટે કામગીરી કરે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ  નડિયાદના MLAની જીલ્લા વહીવટી તંત્રને ટકોર, જાણો શું થયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhujChristmasCoronaCrowdedGuidelineGujaratFirstHolidayMaskSmritivansocialdistancing
Next Article