Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નિર્દયતાની તમામ હદો પાર, કૂતરાના ગળામાં દોરડું બાધી શખ્સે તેને કારથી ઘસડ્યો, Video

દુનિયામાં આજે પણ એવા લોકો છે કે જેઓ દેખાવમાં તો માણસ જેવા જ લાગે છે પરંતું તેમની અંદર એક રાક્ષસ હોય છે. જ્યારે અંદરનો રાક્ષસ બહાર આવે ત્યારે શું થાય તેનું ઉદાહરણ એક વિડીયો કે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે તેમા છલકાઇ રહ્યો છે. આ દિવસોમાં એક કૂતરાના ગળામાં દોરડું બાંધીને કારમાંથી બહાર ખેંચી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલà
નિર્દયતાની તમામ હદો પાર  કૂતરાના ગળામાં દોરડું બાધી શખ્સે તેને કારથી ઘસડ્યો  video
દુનિયામાં આજે પણ એવા લોકો છે કે જેઓ દેખાવમાં તો માણસ જેવા જ લાગે છે પરંતું તેમની અંદર એક રાક્ષસ હોય છે. જ્યારે અંદરનો રાક્ષસ બહાર આવે ત્યારે શું થાય તેનું ઉદાહરણ એક વિડીયો કે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે તેમા છલકાઇ રહ્યો છે. આ દિવસોમાં એક કૂતરાના ગળામાં દોરડું બાંધીને કારમાંથી બહાર ખેંચી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
વાયરલ થઇ રહેલો આ વિડીયો રાજસ્થાનના જોધપુરનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, જે કારમાં કૂતરાને બાંધીને ખેંચવામાં આવી રહ્યો છે તેમાં બેઠેલો કાર ચાલક ડોક્ટર છે. તેણે કૂતરાને દોરડાથી બાંધી દીધો અને પછી કાર ચલાવતી વખતે કૂતરાને ખેંચવા લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના એક એક્સપ્રેસ વે પર બની હતી જ્યાં અન્ય ઘણા વાહનો પણ હતા. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી ડોક્ટર કૂતરાને લાંબા દોરડાની મદદથી વાહનની એક બાજુથી બીજી બાજુ ખતરનાક રીતે હંકારી રહ્યો હતો અને ખૂબ જ તેજ ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવ્યા બાદ હવે ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
Advertisement

જણાવી દઈએ કે, આ વિડીયો કારની પાછળથી અન્ય વ્યક્તિએ ઉતાર્યો છે. આ સાથે વ્યક્તિએ કાર રોકીને કૂતરાની પણ મદદ કરી હતી. કારને રોકતી વખતે સ્થાનિક લોકોએ કૂતરાના ગળામાંથી દોરડું ખેંચ્યું અને એનજીઓને પણ જાણ કરી. કૂતરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બીજી તરફ ડોગ હોમ ફાઉન્ડેશને ટ્વીટ કર્યું છે કે, "જે વ્યક્તિએ આ કર્યું છે તે ડૉ. રજનીશ ગ્વાલા છે અને કૂતરાને પગમાં ઘણા ફ્રેક્ચર થયા છે. આ ઘટના શાસ્ત્રીનગર, જોધપુરની છે, કૃપા કરીને આ વિડીયોને ફેલાવો જેથી @ CP_જોધપુરે તેની સામે પગલા લેવા અને તેનું લાઇસન્સ રદ કરે."
બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. લોકોએ ડ્રાઈવર તબીબને નિર્દય, ક્રૂર ગણાવી આ ઘટના અંગે ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.
Tags :
Advertisement

.