Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં હત્યાના કેસમાં નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો, ગત 8 ફેબ્રુઆરીએ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી હતી

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કમલપાર્ક સોસાયટીમાં થયેલ ખુશાલ કોઠારીની હત્યાના ગુનામાં ફરાર થયેલા આરોપી હર્ષ ગામીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. 8 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રે 8:30 વાગ્યે ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેà
02:33 PM Feb 11, 2023 IST | Vipul Pandya
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કમલપાર્ક સોસાયટીમાં થયેલ ખુશાલ કોઠારીની હત્યાના ગુનામાં ફરાર થયેલા આરોપી હર્ષ ગામીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. 

8 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રે 8:30 વાગ્યે ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી 
સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી કમલ પાર્ક સોસાયટીમાં 8 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રે 8:30 વાગ્યા આસપાસ આરોપી હર્શે તેના મિત્ર પ્રકાશ ઉર્ફે અપ્પુ સાથે મળીને કમલપાર્ક સોસાયટી પાસે ખુશાલ કોઠારી સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ખુશાલને ચપ્પુના ઘા મારી તે ભાગી ગયો હતો. 
બાતમીના આધારે રેસ્ટોરન્ટમાંથી કરી ધરપકડ 
વરાછા પોલીસે હત્યાની ઘટનાના ગણતરીના કલાકમાં જ આરોપી પ્રકાશની ધરપકડ કરી હતી અને હર્ષ ગામી ઘટના બાદ ભાગી ગયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન પુણા કેનાલ રોડ પાસે આવેલ વાસુદેવ રેસ્ટોરન્ટની સામેથી આરોપી હર્ષ ગામીની ધરપકડ કરી છે.
 
આરોપી એ પણ પોલીસની પૂછપરછ દરમિયાન પોતાના મિત્ર પ્રકાશ ઉર્ફે અપ્પુ સાથે મળીને બે મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ખુશાલ કોઠારી નામના વ્યક્તિનું ચપ્પુ મારીને મોત નીપજાવ્યું હોવાની કબુલાત કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા હર્ષની ધરપકડ કરી તેને વરાછા પોલીસ સ્ટેશનને સોંપવાની હાથ ધરી છે.
આ પણ વાંચોઃ  શાકભાજીની આડમાં લઇ જવાઇ રહ્યો હતો વિદેશી દારુનો જથ્થો, સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedarrestedCrimeBranchFebruary8GujaratFirsthittingkilledmurdercasepaddleSuratyouth
Next Article