Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

500 રૂપિયાની નકલી નોટમાં 100 ટકાનો વધારો થયો : RBI

દેશમાં નકલી ચલણની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આરબીઆઈએ આ મામલે તાજેતરનો ડેટા જાહેર કર્યો છે. નાણાકીય વર્ષ 2021-2022માં  નકલી નોટો પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-2022માં નકલી નોટોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. નકલી નોટોની સંખ્યામાં 101.9 ટકાનો વધારો થયો છે. જેમાં 2000 રૂપિયાની નોટમાં લગભગ 54 ટકા અને 500 રૂપિયાની નોટમાં બમણો વધારો થયો છે.રૂપિયા 500 અન
500 રૂપિયાની નકલી નોટમાં 100 ટકાનો વધારો થયો   rbi

દેશમાં નકલી ચલણની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આરબીઆઈએ આ મામલે તાજેતરનો ડેટા જાહેર કર્યો છે. નાણાકીય વર્ષ 2021-2022માં  નકલી નોટો પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-2022માં નકલી નોટોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. નકલી નોટોની સંખ્યામાં 101.9 ટકાનો વધારો થયો છે. જેમાં 2000 રૂપિયાની નોટમાં લગભગ 54 ટકા અને 500 રૂપિયાની નોટમાં બમણો વધારો થયો છે.

Advertisement

રૂપિયા 500 અને રૂપિયા 2000નો માર્કેટ શેર સૌથી વધુ છે. તેમાં આ બે નોટો કુલ ચલણી નોટોમાં 87.1 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષ સુધી, બજારમાં 500 અને 2000 રૂપિયાની નોટોનો હિસ્સો 85.7 ટકા છે. માર્ચ 2022માં રૂ. 500નો કુલ શેર 34.9 ટકા હતો. 10 રૂપિયાની નોટનો હિસ્સો લગભગ 21.3 ટકા છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નકલી નોટોની સંખ્યામાં વધારો નોંધાયો છે. 10 રૂપિયાની નકલી નોટમાં 16.4 ટકા, 20 રૂપિયાની નકલી નોટમાં 16.5 ટકા, 200 રૂપિયાની નકલી નોટમાં 11.7 ટકા, 500 રૂપિયાની નકલી નોટમાં 101.9 ટકા અને 2000 રૂપિયાની નકલી નોટમાં 54.6 ટકાનો વધારો થયો છે. જ્યારે 50 રૂપિયાની નકલી નોટોમાં લગભગ 28.7 ટકા અને 100 રૂપિયાની નકલી નોટોમાં 16.70 ટકાનો ઘટાડો થશે.
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં રૂ. 2,000ની નોટોના ઉપયોગમાં ઘટાડો થયો છે. આ નોટોના ઉપયોગનો કુલ હિસ્સો ઘટીને રૂ. 214 કરોડ એટલેકે  રૂ. 1.6 કરોડ થયો છે. માર્ચ 2020માં 2,000 રૂપિયાની નોટોની સંખ્યા 274 કરોડ હતી.
નકલી નોટો દેશનું આર્થિક માળખું નબળું પાડે છે. આનાથી ફુગાવો પણ વધે છે કારણ કે બેન્કિંગ સિસ્ટમમાં રોકડનો પ્રવાહ વધે છે. નકલી નોટો દેશમાં ગેરકાયદેસર વ્યવહારોમાં વધારો કરે છે કારણ કે આવા વ્યવહારોમાં કાનૂની ચલણનો ઉપયોગ થતો નથી.
Tags :
Advertisement

.