Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલના સિંગાપોર પ્રવાસ પર વિવાદ, કેન્દ્રની પરવાનગી વગર મુખ્યમંત્રી ન જઈ શકે? નિયમો જાણો

દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને હજુ સિંગાપોરની મુલાકાત લેવાની પરવાનગી મળી નથી. જેને લઈને આ વિવાદ વકર્યો છે. કેજરીવાલ કહે છે કે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી છે. કોઈ ગુનેગારો નથી, તો શા માટે તેમને રોકવામાં આવી રહ્યા છે? સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ મુખ્યમંત્રીને પણ વિદેશ પ્રવાસે જવા માટે કોઇની પરવાનગી લેવાની જરૂર હોય છે. 'હું કોઇ ગુનેગાર નથી, હું આ દેશનો મુખ્ય
કેજરીવાલના સિંગાપોર પ્રવાસ પર વિવાદ  કેન્દ્રની પરવાનગી વગર મુખ્યમંત્રી ન જઈ શકે  નિયમો જાણો
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને હજુ સિંગાપોરની મુલાકાત લેવાની પરવાનગી મળી નથી. જેને લઈને આ વિવાદ વકર્યો છે. કેજરીવાલ કહે છે કે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી છે. કોઈ ગુનેગારો નથી, તો શા માટે તેમને રોકવામાં આવી રહ્યા છે? સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ મુખ્યમંત્રીને પણ વિદેશ પ્રવાસે જવા માટે કોઇની પરવાનગી લેવાની જરૂર હોય છે.
 
'હું કોઇ ગુનેગાર નથી, હું આ દેશનો મુખ્યમંત્રી અને સ્વતંત્ર નાગરિક છું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સિંગાપોર મુલાકાતનો વિવાદ સંસદ સુધી પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ અંગે નોટિસ આપી છે., મુખ્યમંત્રી કેજરીવાલ ઓગસ્ટમાં સિંગાપોરમાં યોજાનારી વર્લ્ડ સિટીઝ સમિટમાં ભાગ લેવાના છે. સીએમ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને સિંગાપોરની મુલાકાત લેવાની મંજૂરી આપવા માટે ફાઇલ મોકલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે તેમને પરમિશન આપવાનો  ઇનકાર કર્યો છે. આ પછી કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો કે તેમને સિંગાપોર ન જવા દેવાએ ખોટું છે. આ દરમિયાન  આજે પણ કેજરીવાલે કહ્યું કે, 'હું કોઇ ગુનેગાર નથી, હું આ દેશનો મુખ્યમંત્રી અને સ્વતંત્ર નાગરિક છું. મને સિંગાપોર જતા રોકવા માટે કોઈ કાયદો નથી.  મને સિંગાપોર જતા રોકવા માટે કોઈ કાનૂની કારણ હોઈ શકે નહીં, તેથી એવું લાગે છે કે રાજકીય કિન્નાખોરી રાખીને મને રોકવામાં આવી રહ્યો છે.
શું રાજ્યના મુખ્યમંત્રીની પણ પરવાનગીની જરૂર હોય છે?
આ પહેલીવાર નથી જ્યારે કેજરીવાલના વિદેશ પ્રવાસને લઈને કોઈ વિવાદ થયો હોય. અગાઉ ઓક્ટોબર 2019માં કેજરીવાલને ડેનમાર્ક જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કેજરીવાલે વિદેશ મંત્રાલયની પરવાનગી ન મળતાં તેમણે તે સમિટને ઓનલાઈન સંબોધિત કરી હતી.સવાલ એ થાય છે કે શું કોઈ રાજ્યના મુખ્યમંત્રીને પણ વિદેશ પ્રવાસ માટે પરવાનગીની જરૂર છે? તો જવાબ છે- હા. સરકારી હોદ્દા  પર રહેલી દરેક વ્યક્તિએ વિદેશ પ્રવાસ પર જવા માટે મંજૂરી લેવી પડે છે. ભલે પછી તે પ્રવાસ સત્તાવાર હોય કે ખાનગી. દરેક રાજ્યના મુખ્યમંત્રી, તેના મંત્રીઓ, ધારાસભ્યો, લોકસભા-રાજ્યસભાના સાંસદો, કેન્દ્ર સરકારના અધિકારીઓ, અન્ય અમલદારોને વિદેશ જવા માટે  વિદેશ મંત્રાલયની મંજૂરી જરૂરી હોય છે.
નિયમ શું છે? 
કેન્દ્રીય સચિવાલયે 26 ઓગસ્ટ 2010ના રોજ માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ માર્ગદર્શિકા હેઠળ કેન્દ્રીય પ્રધાન, મુખ્ય પ્રધાન અને રાજ્ય પ્રધાનોની વિદેશ યાત્રા સાથે સંબંધિત છે. જેમાં વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી લેવી પડશે. જો  કોઇ કોન્ફરન્સમાં જવું હોય તો વિદેશ મંત્રાલયની પરવાનગી લેવી પડશે.
- સાથે જ કેન્દ્રીય પ્રધાને વિદેશ મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવાની સાથે FCRA ક્લિયરન્સ લેવું પડશે. જ તે ચાલુ સંસદ સત્ર દરમિયાન જવું હોય તો તેમણે  વડાપ્રધાન કાર્યાલયની પરવાનગી લેવી પડશે. જો ખાનગી મુલાકાત લેવી હોય તો વિદેશ મંત્રાલય કે વડાપ્રધાન કાર્યાલયમાંથી પરવાનગી લેવી પડશે.
- દરેક રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યોના મંત્રીઓ વિદેશ જવા માટે વિદેશ મંત્રાલયની મંજૂરી જરૂરી છે. 2015 પહેલા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ વિદેશ પ્રવાસે જતા પહેલા વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી લેવી પડતી હતી. 6 મે 2015ના રોજ 2010ની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો હતો. આ પછી જો રાજ્યોના મુખ્યમંત્રી કે મંત્રી સત્તાવાર કે ખાનગી વિદેશ પ્રવાસે જાય તો તેઓએ કેન્દ્રીય સચિવાલય અને વિદેશ મંત્રાલયને જાણ કરવી પડશે અને મંજૂરી લેવી પડશે. આ માટે FCRA ક્લિયરન્સ પણ જરૂરી છે.
મંજુરી કોની પાસેથી લેવી પડે છે?
રાજ્યોના મુખ્ય પ્રધાનો, રાજ્યોના પ્રધાનો અને રાજ્યના વડાઓ કેન્દ્રીય મંત્રીઓને વિદેશ મંત્રાલય તરફથી રાજકીય મંજૂરી મળે છે. લોકસભાના સાંસદો સ્પીકર પાસેથી મંજૂરી લે છે અને રાજ્યસભાના સાંસદો અધ્યક્ષ પાસેથી મંજૂરી લે છે. કેન્દ્રીય મંત્રાલયોમાં કામ કરતા અધિકારીઓએ પણ તેમના મંત્રાલયની મંજૂરી લેવી પડે છે. 
Advertisement
Tags :
Advertisement

.