Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવાદિત મહિલા પોલીસ કોન્સ્ટેબલનું ફરી અપહરણ...વાંચો અહેવાલ

અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ  વડોદરાના જિલ્લાના ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામે રહેતા અને રાજકોટ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ફરી એકવાર અપહરણ થયું છે અને ફરી એકવાર આ મહિલા કોન્સટેબલ વિવાદમાં આવ્યા છે. આ...
વિવાદિત મહિલા પોલીસ કોન્સ્ટેબલનું ફરી અપહરણ   વાંચો અહેવાલ
અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ 
વડોદરાના જિલ્લાના ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામે રહેતા અને રાજકોટ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ફરી એકવાર અપહરણ થયું છે અને ફરી એકવાર આ મહિલા કોન્સટેબલ વિવાદમાં આવ્યા છે. આ અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. આ મહિલા કોન્સ્ટેબલ અગાઉ ડભોઇ અને ડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતાં હતાં. હાલમાં તેઓ રાજકોટ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવે છે.
મહિલા કોન્સટેબલ હાલ મૈત્રી કરારથી રહે છે
ડભોઇ તાલુકાનાં હબીપુરા ગામેથી મણીબેન ચૌધરીનું ફરી એકવાર અપહરણ થયું હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. આ અપહરણ અજાણ્યા શખ્સોએ કર્યું હોવાનું જાણવા મળી રહયું છે. આ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી પોતાનાં વિધર્મી મિત્ર સાથે મૈત્રી કરારથી રહે છે. અગાઉ પણ પ્રેમી સાથે ભાગી જઈ નાટ્યાત્મક રીતે જાતે પરત ફર્યા હતા.
15 વ્યક્તિએ ઘરમાં ઘૂસી જઈ મારામારી સાથે કર્યું અપહરણ
મોટા હબીપુરાના સદામહુસેન સિંકદરખાન ગરાસીયાએ ડભોઇ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, આજે સવારે સાડા સાત વાગ્યાના સમય દરમ્યાન પોતાના માતા પિતા અને મણીબેન સાથે ઘરમાં હતા. તે વખતે આશરે પંદર જેટલા અજાણ્યા માણસો ઘરમાં ઘૂસી ગયાં હતાં. આ ઇસમોમાંથી એક ઇસમના હાથમા ગુપ્તી તથા બે માણસોના હાથમા બેઝબોલની સ્ટીક તથા બાકીના માણસોના હાથમા લાકડાના ડડા લઇ ફરીયાદીના ઘરના દરવાજા તોડી નુકશાન કરી ઘરમા ગેર કાયદેસર પ્રવેશ કરી અને ફરીયાદી તથા સિંકદરખાનને લાકડાના દંડા વડે માર મારી શરીરે ઇજાઓ પોહચાડી મનીબેનને ઉઠાવી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડભોઇ પોલીસે મારામારી, રાયોટિંગ અને અપહરણ અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ અંગે ડભોઇ પોલીસ મથકના પી.આઇ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 15 શખ્સો સામે અપહરણ અને રાયોટિંગ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓ ફોરવિલર ગાડીઓ લઈને આવ્યા હતા અને મણીબેન ને ઉઠાવીને લઇ ગયા હતા. આ બનાવ અંગે મૈત્રી કરાર કરીને તેઓના ઘરે રહેતા સદ્દામ ગરાસીયા અને તેના પિતાની સાથે ઝપાઝપી કરી હતી જેથી ઇજાઓ થઈ હીવથી મારામારી અંતર્ગતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.