Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેસનો ભેદ ઉકેલવા શકમંદ આરોપીની પત્નીને કોન્સ્ટેબલે બહેન બનાવી

અમદાવાદ શહેર અને ગ્રામ્યની સરહદે આવેલા ભુવાલડી ગામ (Bhuvaldi Gam) ની સીમમાં થયેલી દેરાણી-જેઠાણીની બેવડી હત્યા (Double Murder) નો ભેદ શહેર ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાંખી આરોપીની ધરપકડ કરી છે. અતિ વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ બે પૈકી એક મહિલા પાસે અઘટિત માગણી કરતા મામલો બિચક્યો હતો અને દરમિયાનમાં આરોપીએ એક પછી એક એમ બંને મહિલાઓને ધારિયાથી રહેંસી નાંખી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેà
01:58 PM Feb 21, 2023 IST | Vipul Pandya

અમદાવાદ શહેર અને ગ્રામ્યની સરહદે આવેલા ભુવાલડી ગામ (Bhuvaldi Gam) ની સીમમાં થયેલી દેરાણી-જેઠાણીની બેવડી હત્યા (Double Murder) નો ભેદ શહેર ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાંખી આરોપીની ધરપકડ કરી છે. અતિ વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ બે પૈકી એક મહિલા પાસે અઘટિત માગણી કરતા મામલો બિચક્યો હતો અને દરમિયાનમાં આરોપીએ એક પછી એક એમ બંને મહિલાઓને ધારિયાથી રહેંસી નાંખી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસની જુદીજુદી ટીમો છેલ્લાં 17 દિવસથી મથામણ કરી રહી હતી. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ને બેવડી હત્યાનો ભેદ ઉકેલવાનો જશ મળ્યો છે. પોલીસે હત્યા સમયે પહેરેલા વસ્ત્રો અને છુપાવેલા ધારિયાની માહિતી પણ આરોપી પાસેથી ઓકાવી લીધી છે.


શું હતો બનાવ
ગત 3 ફ્રેબુઆરીની બપોરે અમદાવાદ શહેરના છેવાડે આવેલા ભુવાલડી ગામની સીમમાં બે મહિલાઓની લાશ ગળું કપાયેલી હાલતમાં મળી હતી. ગૌચરની જમીનમાંથી મળી આવેલા મૃતદેહ ગામના ગીતાબહેન ઠાકોર (ઉ.47) અને મંગીબહેન ઠાકોર (ઉ.60) દેરાણી-જેઠાણીના હતા. બંને મહિલાઓના ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. આ મામલે અમદાવાદ ગ્રામ્યની કણભા પોલીસે અજાણ્યા શખ્સ સામે બેવડી હત્યાનો કેસ નોંધી તપાસ આરંભી હતી.
ગ્રામ્ય પોલીસે આશા છોડી દીધી
અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) ની હદમાં બેવડી હત્યાનો કેસ આવતા સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB) ની ટીમોએ તપાસ આરંભી દીધી હતી. પોલીસને શરૂઆતથી જ ભુવાલડી ગામના રોહિત ચતુરભાઈ ચુનારા (ઉ.42) પર શંકા હતી. ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવા ગ્રામ્ય પોલીસે રોહિત ચુનારા (Rohit Chunara) ની દિવસો સુધી મહેમાનગતિ કરી, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. આખરે થાકી હારીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે શાતિર રોહિત ચુનારાને પૂછપરછમાંથી મુક્ત કરી દીધો.
ક્રાઈમ બ્રાંચે ગામમાં ધામા નાંખ્યા
ડબલ મર્ડરનો કેસ અમદાવાદ શહેર અને જિલ્લાની સરહદ પર બન્યો હોવાથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ શરૂઆતથી જ આ કેસની તમામ માહિતી અને શક્યતાઓથી વાકેફ હતી. ગ્રામ્ય પોલીસે ડબલ મર્ડર કેસમાં આશા છોડી દીધી, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીછો છોડ્યો નહીં. બેવડી હત્યા કેસનો શકમંદ આરોપી (Suspected Accused) રોહિત ચુનારા જ છે તેવી પાક્કી ખાતરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને શરૂઆતથી જ હતી અને આ વાતનું પ્રમાણ મેળવવું પણ ખૂબ જરૂરી હતું. શાતિર અપરાધી રોહિતને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાંચના બેએક કોન્સ્ટેબલોએ ભુવાલડી ગામમાં જ ધામા નાંખી દીધા હતા. રોહિતની પત્ની સાથે ધીરે ધીરે પરિચય કેળવી કોન્સ્ટેબલ તેણીના ભાઈ બની ગયા અને ભાઈ-બહેનના સંબંધોમાં હત્યા કેસના રહસ્યો છતાં થઈ ગયા હતા.
આરોપીએ કરી કબૂલાત
રોહિત ચુનારાએ જ ડબલ મર્ડર કરી હોવાની વાત પોલીસ સમક્ષ કબૂલી લીધી છે. ભુવાલડી ગામે કલ્પેશ પટેલની જમીન ભાગથી વાવેતર માટે રાખી રોહિત બોર પર આવેલી એક ઓરડીમાં રહેતો હતો. ગત 3 ફેબ્રુઆરીની બપોરે લાકડા કપાતા હોવાની જાણ થતા રોહિત ચુનારા ગાળો બોલતા બોલતા અવાજ તરફ દોડ્યો હતો. સ્થળ પર ગીતાબહેન મળી આવતા રોહિતે તેમને લાકડા કાપવા હોય તો મારી સાથે સંબંધ રાખવો પડશે તેમ કહેતા મામલો બિચક્યો હતો. ગીતાબહેન ગુસ્સે ભરાતા રોહિતે તેમના ગળાના ભાગે ધારિયાનો ઘા મારી હત્યા કરી નાંખી હતી. નજીકમાં જ ગીતાબહેનના જેઠાણી મંગીબહેન આ દ્રશ્ય જોઈ જતા રોહિતે તેમની હત્યા કરી ધારિયું જમીનમાં દાટીને સ્થળ પરથી નાસી છૂટી ઘરે ગયો હતો અને કપડા-શરીર પર લાગેલા લોહીના ડાઘ સાફ કર્યા હતા.
ગૌચરની જમીન પરના દબાણનો રિપોર્ટ થશે ?
ભુવાલડી ગામે ગૌચરની જગ્યા પર થયેલી બેવડી હત્યા માટે આડકતરી રીતે જવાબદાર કલ્પેશ પટેલ સામે પોલીસ અને મહેસૂલી તંત્ર પગલાં લેશે કે કેમ તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અમદાવાદ શહેર ખાતે રહેતો કલ્પેશ પટેલે ભુવાલડી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે અને આનો ખૂલાસો ડબલ મર્ડર કેસની તપાસમાં થયો છે. કલ્પેશે કબજો કરેલી ગૌચરની જમીન પર લાકડા વીણવા આવનારાઓને ભગાડી મુકવા રોહિત ચુનારાને સૂચના આપી હતી. એકાદ મહિના પહેલાં હત્યારા રોહિત ચુનારા ગીતાબહેન અને મંગીબહેન ઠાકોર પાછળ ધારિયું લઈને પાછળ પડ્યો હતો. ગૌચરની જમીન કલ્પેશ પટેલે પચાવી પાડી હોવાની વાત આખું ગામ અને તલાટી સહિતના લોકોની જાણકારીમાં હોવા છતાં સૌ કોઈ મૌન છે.
આપણ  વાંચો-તમિલનાડુ બેન્ક સાથે 16.38 કરોડની છેતરપિંડી મામલે એક આરોપીની ધરપકડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCrimeBranchAhmedabadRuralPoliceBhuvaldiDoubleMurderCaseDoubleMurderGoucher'slandGujaratFirstLCBRohitChunaraSuspectedAccusedક્રાઇમન્યૂઝગુજરાતસમાચાર
Next Article