Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેશ ભિક્ષુકનો પણ કામ લૂંટનું!

અમદાવાદની છારા ગેંગની અંકલેશ્વરમાં પેંધી પડેલી મહિલા ગેંગે 2 દિવસમાં બે સ્થળોએ રૂપિયા 5.45 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. લોકોના સહયોગથી પોલીસે ટોળકીની 7 મહિલાને ઝબ્બે કરી છે જ્યારે હજી 2 ફરાર થઇ ગઇ હતી. ભિક્ષુકના સ્વાંગમાં આવી મહિલા ટોળકી લૂંટને અંજામ આપતી હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ થયો છેઅંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતા હોસલી દેવ
11:31 AM May 21, 2022 IST | Vipul Pandya
અમદાવાદની છારા ગેંગની અંકલેશ્વરમાં પેંધી પડેલી મહિલા ગેંગે 2 દિવસમાં બે સ્થળોએ રૂપિયા 5.45 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. લોકોના સહયોગથી પોલીસે ટોળકીની 7 મહિલાને ઝબ્બે કરી છે જ્યારે હજી 2 ફરાર થઇ ગઇ હતી. ભિક્ષુકના સ્વાંગમાં આવી મહિલા ટોળકી લૂંટને અંજામ આપતી હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ થયો છે
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતા હોસલી દેવી રમેશ રાજમંગલ યાદવ ગુરૂવારે પોતાના ઘરે હતા. દરમિયાન ૭થી વધુ મહિલાઓ આવી હતી અને તેઓએ હોસલી દેવી પાસે જમવાનું અને પાણી માંગી વાતોમાં ભોળવી ધક્કો મારી નીચે પાડી એક મહિલા ઘરના ઘુસી ગઈ હતી. અંદરના રૂમમાં કબાટમાં રહેલ રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ 1.45 લાખની લૂંટ ચલાવી ભાગવા જતા મકાન માલિકે બુમરાણ મચાવી હતી.

છારા ગેંગની લૂંટારું મહિલાઓનો પીછો કરતા સોસાયટીના લોકોએ 7 મહિલાઓને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી. પોલીસે રેખાબેન સતીશ દાતણિયા, કિરણબેન જહુન દેવીપૂજક, સોનાબેન યુવરાજ દેવીપૂજક, જમાબેન ઉર્ફે જેકત અમૃત દેવીપૂજક, કોયલબેન બાદલ અને વસંતીબેન કુસવસ ,સંગીતબેન બાદલને ઝડપી લીધી હતી. જયારે અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ ગઈ હતી.
 આવી જ રીતે આ અમદાવાદની છારા ગેંગની કોયલબેન બાદલ અને અન્ય પ થી ૬ મહિલાઓએ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ સન પ્લાઝામાં રહેતા મીનાદેવી દિનેશ રાવલ ગત ૧૭મી મેના રોજ પોતાની પસ્તીની દુકાન પર બેઠા હતા. દરમિયાન દુકાનદાર પાસે પાણી માંગી મીનાદેવી રાવલને વાતોમાં ભોળવી એક મહિલા દુકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ રોકડા ₹ 4 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગઈ હોવાની જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને આધારે ઝડપાયેલ તમામ છારા ગેંગની લૂંટારુ મહિલાઓની વધુ તપાસ હાથ ધરી છે.

ભિખારીના સ્વાંગમાં આવી લૂંટ ચલાવતી મહિલા ટોળકીને આજુબાજુના રહીશોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી હતી લોકોના ટોળાએ લુંટારુ મહિલા ટોળકીની ગેંગને મારી પોલીસને હવાલે કરતાં પોલીસની તપાસમાં પણ લુંટારુ મહિલા ટોળકી ભિખારીના સ્વાંગમાં વિવિધ વિસ્તારોમાં જઈ રેકી કરી લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાનો પર્દાફાશ થયો હતો. લુંટારુ મહિલા ટોળકી નાના બાળકો પણ સાથે રાખતી હોય છે જેના કારણે કોઈને શંકા પણ ન જાય અને આ રીતે વિવિધ વિસ્તારોમાં ભિખારીના સ્વાંગમાં જે લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાનો પર્દાફાશ થયો છે

ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભિખારીના સ્વર્ગમાં જઈ અમદાવાદની મહિલા ટોળકી ભરૂચમાં પણ ઘટનાને અંજામ આપી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાવાસીઓ એ પણ પોતાના વિસ્તારમાં આવી મહિલાઓ શંકાસ્પદ કે રેકી કરી હતી.
Tags :
BharuchchharagangGujaratFirstLoontpolice
Next Article