Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ આજે વડાપ્રધાનના નિવાસસ્થાનનો કરશે ઘેરાવ, મોંઘવારી-બેરોજગારી વિરુદ્ધ કરશે પ્રદર્શન

દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દેશમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા લોકોને આપણા તિરંગાનું સમ્માન કરાવવાનું શીખવી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી આજે કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. મોંઘવારી, બેરોજગારી અને GSTને લઈને કોંગ્રેસ આજે કેન્દ્ર સરકાર સામે મોટો હોબાળો કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ આજે દેશભરમાં કેન્દ્ર સરકાà
કોંગ્રેસ આજે વડાપ્રધાનના નિવાસસ્થાનનો કરશે ઘેરાવ  મોંઘવારી બેરોજગારી વિરુદ્ધ કરશે પ્રદર્શન
દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દેશમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા લોકોને આપણા તિરંગાનું સમ્માન કરાવવાનું શીખવી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી આજે કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. 
મોંઘવારી, બેરોજગારી અને GSTને લઈને કોંગ્રેસ આજે કેન્દ્ર સરકાર સામે મોટો હોબાળો કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ આજે દેશભરમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના કાર્યકરો દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કરશે. સાથે જ દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રાજભવનનો ઘેરાવ કરવામાં આવશે. જોકે, દિલ્હી પોલીસે કોંગ્રેસને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી. પરંતુ કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની તૈયારી કરી લીધી છે. 
Advertisement

કોંગ્રેસના નેતાઓ જાણે છે કે, દિલ્હી પોલીસ તેમના વિરોધને રોકવા માટે કોઈ કસર છોડશે નહીં, તેથી જ કોંગ્રેસના કાર્યકરોને આજ રાતથી કોંગ્રેસના મુખ્યાલયમાં રોકાવા માટે કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસના તમામ સાંસદો સવારે 11 વાગ્યે સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરશે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતાઓની રાષ્ટ્રપતિ ભવન અને PM હાઉસનો પણ ઘેરાવ કરવાની યોજના છે. કોંગ્રેસે પોતાના વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા માટે તમામ સાંસદોને ચલો રાષ્ટ્રપતિ ભવનનો નારો આપ્યો છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી મોંઘવારી સામે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. પાર્ટીના કાર્યકરો સંસદની અંદર અને બહાર સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંસદ સત્ર દરમિયાન પાર્ટીના સાંસદોએ ગાંધી પ્રતિમા સામે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ મોંઘવારીને લઈને કેન્દ્ર પર સતત હુમલો કરી રહ્યા છે. આ વચ્ચે ગઇ કાલે (ગુરુવાર) રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમે વડાપ્રધાન મોદીથી ડરતા નથી, તેમને જે કરવું હોય તે કરી લે. તેમણે કહ્યું કે, અમારા અવાજને દબાવવા અને અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારું કામ લોકશાહીની રક્ષા અને દેશમાં સદ્ભાવના જાળવવાનું છે.

Tags :
Advertisement

.