ગૌવંશની રક્ષામાં નિષ્ફળ પાલિકા સામે કોંગ્રેસ બની આક્રમક, ગૌશાળામાં ફેન્સીંગ સહિતની કામગીરી કરાશે
પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા સંચાલીત ઓડદર ગૌશાળામાં બે દિવસ પૂર્વે રાત્રીના સિંહે 6 ગૌવંશના મારણ કર્યા હતા. જેના પગલે જીવદયાપ્રેમીઓ તથા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકાની બેદરકારીના લીધે ગૌવંશ ખતરામાં છે. ગૌવંશની રક્ષા માટે કોંગ્રેસ મેદાને આવી છે. ચિફ ઓફિસરની ઓફિસમાં નીચે બેસી કોંગ્રેસ અને જીવદયાપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો જંગલના રાજા સહે ઓડદર-રતનપર વિસà«
Advertisement
પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા સંચાલીત ઓડદર ગૌશાળામાં બે દિવસ પૂર્વે રાત્રીના સિંહે 6 ગૌવંશના મારણ કર્યા હતા. જેના પગલે જીવદયાપ્રેમીઓ તથા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકાની બેદરકારીના લીધે ગૌવંશ ખતરામાં છે. ગૌવંશની રક્ષા માટે કોંગ્રેસ મેદાને આવી છે. ચિફ ઓફિસરની ઓફિસમાં નીચે બેસી કોંગ્રેસ અને જીવદયાપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો
જંગલના રાજા સહે ઓડદર-રતનપર વિસ્તારમાં સતત અવર જવર જોવા મળી રહી છે. 4 વર્ષના સિંહને ઓડદર-રતનપરથી માધવપુર કોસ્ટલ વિસ્તાર ફાવી ગયો હોય તેમ સતત અવર જવર જોવા મળી રહી છે. પરંતુ ઓડદર ગૌશાળામાં બીજી વખત ગૌવંશનું મારણ થતા જીવદયાપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોરબંદર યુથ કોંગ્રેસ તથા સામાજીક આગેવાનો અને ગૌરક્ષકો દ્વારા મોટી સંખ્યામાં બુધવારે પાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ચિફ ઓફિસરની ચેમ્બરમાં બેસી ગૌવંશની રક્ષા માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી.
કોંગ્રેસે જણાવ્યા મુજબ પોરબંદર-છાંયા નગરપાલિકા સંચાલીત ગૌશાળામાં દિપડા, સહ જેવા પ્રાણીઓ ગૌવંશના શિકાર કરી રહ્યાં છે. પાલિકાની બેદરકારીના લીધે ગૌવંશ ખતરામાં છે. અગાઉ સહે જ્યારે હૂમલો કર્યો હતો ત્યારબાદ નગરપાલિકાએ ગૌવંશની રક્ષા માટે કોઇ પણ પ્રકારના પગલા લીધા નથી. જો ફેન્સીંગ અને દિવાલ ઉંચી કરી હોત તો ૬ ગૌવંશના મારણ થતા બચ્યા હોત. પરંતુ પાલિકાએ કોઇ નક્કર કામગીરી કરી ન હતી. વધુમાં યુથ કોંગ્રેસે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ફેન્સીંગ સહિતની રકમ જનરલ બોર્ડમાં મૂક્યા બાદ પાસ થાય છે. પણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું કે સરક્યુલર ઠરાવ કરવામાં આવે તો કોંગ્રેસના પાંચેય સુધરાઇ સભ્યો બાંહેધરી આપવા તૈયાર છે.
ઉપરાંત યુથ કોંગ્રેસના પ્રમુખે એવું જણાવ્યું હતું કે મોટા નેતાઓનું આગમન થાય ત્યારે રાતોરાત રસ્તાઓ બની જાય તો ત્યારે કેમ જનરલ બોર્ડની જરૂર પડતી નથી. જે ગાયમાતાના નામે વોટ મેળવી સત્તાપર બેઠેલા આજે ગાયમાતાની રક્ષા માટે ફંડ નથી ત્યારે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કરતા અને અંતમાં વૈકલ્પિક જગ્યાનું ધ્યાન દોરતા હાલની પરિસ્થિતીએ ફૂડ ઝોનવાળા ગ્રાઉન્ડ પર સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો છે ઉપરાંત ગૌશાળા માં ફન્સિંગ તથા દીવાલ ઉચી ઉપરાંત લાઈટો મુકાશે.જેથી કોંગ્રેસે ચિફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રજૂઆતમાં શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી કોટિયા, ઉપપ્રમુખ આનંદ પુંજાણી, દિપક ઓડેદરા, દેવાંગ હૂણ, કલ્પેશ જુંગી, ભીખુભાઇ ઢાંકેચા, દિલાવર જોખીયા, રાજુભાઇ ઓડેદરા, મનોજ મકવાણા, દેવદાસ ઓડેદરા, ધીરૂભાઇ ઝાલા, મહિલા પ્રમુખ ભારતીબેન ગોહેલ, હંસાબેન તુંબડિયા વગેરે નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.