જામનગરમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર રચના ભર્યું ચોંકાવનારું પગલું
રાજ્યભરમાં કોંગ્રેસનું મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ, દવાઓનાં વધી રહેલા ભાવ મુદ્દે ધરણાં યોજવામાં આવ્યા હતાં. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો જોડાયા હતાં તે દરમિયાન વોર્ડનં. 4નાં મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ ઘેનની 8 થી વધુ ગોળીઓ ખાઈ લેતાં તાત્કાલિક સારવાર હેàª
રાજ્યભરમાં કોંગ્રેસનું મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ, દવાઓનાં વધી રહેલા ભાવ મુદ્દે ધરણાં યોજવામાં આવ્યા હતાં. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો જોડાયા હતાં તે દરમિયાન વોર્ડનં. 4નાં મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ ઘેનની 8 થી વધુ ગોળીઓ ખાઈ લેતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
આ મુદ્દે શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે વિરોધ દરમિયાન જે ઘેનની દવાઓ ગટગટાવી છે એ પોતાના અંગત કારણસર લીધી હશે. અમારું આજનું આયોજન માત્ર વિરોધ પ્રદર્શનનું હતું. કોર્પોરેટર શા માટે દવા ખાધી એ તેમને જ પૂછવું પડે. તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતાં. તો બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પણ આ મુદ્દે ચૂપી સાધી હતી.
હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોર્પોરેટર રચનાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમાં તેઓએ કહ્યું છે કે મે કોઈ અંગત કારણોસર દવા પીધી નથી. લોકો એવું કહે છે કે, વિપક્ષમાં દમ નથી. વિપક્ષ માત્ર ફોટા પડાવવા માટે વિરોધ કરે છે. રચના આ રીતે વિરોધ પ્રદર્શન દરમ્યાન આત્મઘાતનો પ્રયાસ કરી લેતા રાજકીય માહોલ ગરમાયો છે.
Advertisement