Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના નેતા શિવરાજ પાટિલના નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો, જાણો શું કહ્યું

કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલ તેમના એક નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. પુસ્તક વિમોચનના એક કાર્યક્રમમાં તેઓ સામેલ થયાં હતા જેમાં તેમણે કહ્યું કે, જેહાદ માત્ર કુરાનમાં જ નથી પરંતુ ગીતામાં પણ છે. જીજસમાં પણ જેહાદ છે. તેમના આ નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.શિવરાજ પાટિલે કહ્યું કે, જેહાદ માત્ર કૂરાનમાં નથી પરંતુ ગીતા અને જીજસમાં પણ છે. જ્યારે તમામ પ્રયાસો છતાં પà
કોંગ્રેસના નેતા શિવરાજ પાટિલના નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો  જાણો શું કહ્યું
કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલ તેમના એક નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. પુસ્તક વિમોચનના એક કાર્યક્રમમાં તેઓ સામેલ થયાં હતા જેમાં તેમણે કહ્યું કે, જેહાદ માત્ર કુરાનમાં જ નથી પરંતુ ગીતામાં પણ છે. જીજસમાં પણ જેહાદ છે. તેમના આ નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
શિવરાજ પાટિલે કહ્યું કે, જેહાદ માત્ર કૂરાનમાં નથી પરંતુ ગીતા અને જીજસમાં પણ છે. જ્યારે તમામ પ્રયાસો છતાં પણ કોઈ સમજતું નથી તો શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. મહાભારતમાં જે ગીતાનો ભાગ છે તેમા પણ જેહાદ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણજીએ પણ અર્જૂનને જેહાદનો પાઠ ભણાવ્યો હતો. 
શિવરાજ પાટીલે તેમના નિવેદનમાં તેમ પણ કહ્યું કે, ઈસાઈઓમાં પણ લખ્યું છે કે, તેઓ માત્ર શાંતિ સ્થાપિત કરવા માટે નથી આવ્યા પરંતુ સાથે તલવારો પણ લાવ્યા છે. એટલે કે જો સમજાવ્યા છતાં પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી નહી શકો.
Advertisement

ભાજપે નિશાન સાધ્યું
ચૂંટણીના આ મૌસમમાં શિવરાજ પાટીલનું આ નિવેદન આવતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, આ કોંગ્રેસે હિંદુ આતંકવાદની થિયરીને જન્મ આપ્યો હતો, રામમંદિરનો વિરોધ કર્યો હતો. તેમના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાત ચૂંટણી પહેલા તેમણે જાણી જોઈને ધ્રુવીકરણ માટે આ મુદ્દો ઉઠાવ્યો છે.
Tags :
Advertisement

.