Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અપરિણીતોની વધતી સંખ્યાને લઈને ચિંતા, પંચાયત લગ્ન માટે વેબસાઈટ શરૂ કરશે

અપરિણીત લોકોની સંખ્યા દેશમાં દિનપ્રતિદિન વધી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે હવે કેરળની એત પંચાયત વતી વેબસાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વેબસાઇટ 23 ઓગસ્ટથી શરૂ થશે. પંચાયત દ્વારા આવા અપરણિત લોકોને  ફ્રી કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે. કેરળના કન્નુર જિલ્લાની પિનરાઈ ગ્રામ પંચાયતમાં અપરિણીત લોકોની સંખ્યા વધી રહી છે. આ અંગે પંચાયતે ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ સમસ્યાà
01:55 PM Aug 16, 2022 IST | Vipul Pandya
અપરિણીત લોકોની સંખ્યા દેશમાં દિનપ્રતિદિન વધી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે હવે કેરળની એત પંચાયત વતી વેબસાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વેબસાઇટ 23 ઓગસ્ટથી શરૂ થશે. પંચાયત દ્વારા આવા અપરણિત લોકોને  ફ્રી કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે. કેરળના કન્નુર જિલ્લાની પિનરાઈ ગ્રામ પંચાયતમાં અપરિણીત લોકોની સંખ્યા વધી રહી છે. આ અંગે પંચાયતે ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ સમસ્યાને દૂર કરવા માટે પંચાયત વતી લગ્ન માટે વેબસાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  
આ વેબસાઇટ 23 ઓગસ્ટથી શરૂ થશે
જિલ્લા આયોજન સમિતિએ પિનરાઈ પંચાયતના સયોયમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ હેઠળ, 35 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ પંચાયતની લગ્ન સંબંધિત વેબસાઇટ પર નોંધણી કરીને યોગ્ય જીવનસાથી શોધી શકશે. પિનરાઈ પંચાયતના વડા કે.કે. રાજીવને જણાવ્યું હતું કે, રસ ધરાવતા લોકોને લગ્ન પહેલા કાઉન્સેલિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પંચાયતે એક સર્વે કર્યો છે, જેમાં 35 વર્ષથી વધુ ઉંમરના ઘણા લોકો અપરિણીત મળી આવ્યા છે. રાજીવને કહ્યું, “તેઓ વિવિધ સામાજીક કારણોસર અપરિણીત છે. આ સમસ્યાનો સામનો કરવા માટે આ પહેલ શરૂ કરવા માટે ઘણા યુવા સંગઠનો અને કેટલાક રાજકીય પક્ષોએ અમારો સંપર્ક કર્યો છે. "પ્રોજેક્ટ હેઠળ, રાજ્યભરમાંથી રસ ધરાવતા લોકો વેબસાઈટ પર નોંધણી કરાવી શકે છે અને જો કોઈને યોગ્ય પાત્ર મળે તો પંચાયત આ સબંધને આગળ વધારતા પહેલા લગ્ન પૂર્વે કુટુંબનું કાન્સલીંગ પણ કરી આપશે." 

ગ્રામ પંચાયતે  'નવમંગલમ' નામનો આવો જ એક પ્રોજેક્ટ શરૂ કર્યો
રાજીવનના જણાવ્યા મુજબ, મોટાભાગના કિસ્સાઓમાં, મોટાભાગના આવા લોકો પાસે તેમના લગ્ન માટે પહેલ કરવા માટે કોઈ વ્યક્તિ હોતી નથી. તેમણે દાવો કર્યો હતો કે કેરળમાં કદાચ આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેને જિલ્લા આયોજન સમિતિની મંજૂરી મળી છે. કન્નુર જિલ્લાના તાલીપરંબા નજીક પટ્ટુવમ ગ્રામ પંચાયતે પણ 'નવમંગલમ' નામનો આવો જ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પટ્ટુવમ પંચાયતના વડા પી શ્રીમતિએ માહિતી આપી હતી કે પંચાયત વિસ્તારમાં 35 વર્ષથી વધુ ઉંમરના અપરિણીત લોકોનો બાયોડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને આ મહિનાના અંત સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. 

વેબસાઈટમાં જાતિ અને ધર્મની કોલમ હશે નહીં
રાજીવને કહ્યું કે પિનરાઈ પંચાયતની વેબસાઈટમાં જાતિ અને ધર્મ આધારિત કોલમ હશે નહીં. પરંતુ જો કોઇ ઉમેદવાર તેમની વિગતોમાં જાતિ અને ધર્મનો સમાવેશ કરવા માગે છે તેઓ લખી શકે છે. સાથે જ જો કોઇ પરિવારને કોઈ આર્થિક સમસ્યા હોય, તો પંચાયત તેમને મદદ કરશે. ગયા વર્ષે, કોટ્ટાયમ જિલ્લાની થિડાનાડુ ગ્રામ પંચાયતે રાજ્યભરમાં અપરિણીત અને  ડિવોર્સી જીવનસાથીઓને લગ્ન સંબંધી સેવાઓ પૂરી પાડવા માટે આ પ્રોજેક્ટના ભાગરૂપે 'લગ્ન ડાયરી' (લગ્ન રજિસ્ટર)  સેવા પણ શરૂ કરી હતી.
Tags :
districleavelwebsiteGujaratFirstKeralaMarriageMuhurat2022unmaridepepole
Next Article