Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશભરમાં યુપીઆઇ ડાઉન હોવાની ફરિયાદ ઉઠી, લાખો લોકોના ટ્રાન્ઝેક્શન અટક્યા

દેશભરમાં UPI સેવા બંધ હોવાની વાત સામે આવી છે. રવિવારે સાંજના સમયે UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસમાં કોઇ સમસ્યા સર્જાય છે. જેના કારણે દેશનવા કરોડો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ અંગે લોકો સોશિયલ મીડિયા પર જાણકારી આપી રહ્યા અને સવાલ પણ પૂછી રહ્યા છે. ખાસ કરીને ટ્વિટરની અંદર લોકો UPI Down નામનું હેશટેગ પણ ચલાવી રહ્યા છે. જેના પરથઈ અંદાજો લગાવી શકાય છે કે યુપીઆઇ સેવામમા ખામી સ
દેશભરમાં યુપીઆઇ ડાઉન હોવાની ફરિયાદ ઉઠી  લાખો લોકોના ટ્રાન્ઝેક્શન અટક્યા
દેશભરમાં UPI સેવા બંધ હોવાની વાત સામે આવી છે. રવિવારે સાંજના સમયે UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસમાં કોઇ સમસ્યા સર્જાય છે. જેના કારણે દેશનવા કરોડો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ અંગે લોકો સોશિયલ મીડિયા પર જાણકારી આપી રહ્યા અને સવાલ પણ પૂછી રહ્યા છે. ખાસ કરીને ટ્વિટરની અંદર લોકો UPI Down નામનું હેશટેગ પણ ચલાવી રહ્યા છે. જેના પરથઈ અંદાજો લગાવી શકાય છે કે યુપીઆઇ સેવામમા ખામી સર્જાવાના કારણે લોકોને સીધી અસર થઇ છે.
Advertisement

છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. લોકો હવે મોટાભાગે UPI વડે જ પૈસાની લેતી દેતી કર છ. જેના માટે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, ભામ વગેરે અનેક એપ છે. જેથી યુપીઆઇ સર્વિસને અસર થાય તો તેની સીધી અસર આ તમામ લોકો પર પડે છે. લોકો સોશિયલ મીડિયા પર  @UPI_NPCI ને ટેગ કરીને પૂછી રહ્યા છે કે શું UPI સેવાઓ બંધ થઈ ગઈ છે. આ દરમિયાન કેટલાક અન્ય યુઝર્સે પણ UPI બંધ થવા અંગે બેંકોને ફરિયાદ કરી છે. જો કે, હજુ સુધી આ અંગે સરકાર અને કોઇ વોલેટ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

લોકોએ PhonePe, Google Pay અને Paytm જેવી UPI એપ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન નવા થવા અંગે ફરિયાદ કરવા Twitterનો સહારો લીધો હતો. લોકોને પેમેન્ટ કરવામાં કે પૈસા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ત્રીજી વખત આવું બન્યું છે. અગાઉ એપ્રિલ અને જાન્યુઆરીમાં UPIનું સર્વર ડાઉન હતું. NPCIએ હજુ સુધી આ અંગે ઔપચારિક ટ્વીટ કે નિવેદન જારી કર્યું નથી.
યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત છે. UPI હાલમાં ભારતના છૂટક વ્યવહારોમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ ચુકવણી પ્રણાલીઓ મોટા પ્રમાણમાં વ્યવહારોનું સંચાલન કરે છે. જેમાંથી મોટાભાગના નાની રકમના વ્યવહારો છે. UPI વોલ્યુમના 75 ટકા જેટલો હિસ્સો રૂ. 100થી પણ નીચેની રકમના વ્યવહારનો છે. 
Advertisement
Tags :
Advertisement

.