Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પતિની ગેરહાજરીમાં સસરાએ પુત્રવધૂને બાથમાં ભીડી અને પછી.....

અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં પુત્રવધૂએ સસરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્નનાં થોડા સમય બાદથી સાસુ-સસરા દ્વારા દહેજની માગ કરી ત્રાસ આપવાનું શરૂ કરાયુ હતું. પતિની અને સાસુની ગેરહાજરીમાં સસરા દ્વારા યુવતીની આબરૂ લેવાનો પ્રયાસ કરાતો હતો જે અંગે યુવતીએ સાસુ અને પતિને જાણ કરતા ઉલ્ટાનું પતિ અને સાસુએ યુવતીને ઠપકો આપ્યો હતો.અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 22 વà
04:56 AM Mar 17, 2022 IST | Vipul Pandya

અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં પુત્રવધૂએ સસરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્નનાં થોડા સમય બાદથી સાસુ-સસરા દ્વારા દહેજની માગ કરી ત્રાસ આપવાનું શરૂ કરાયુ હતું. પતિની અને સાસુની ગેરહાજરીમાં સસરા દ્વારા યુવતીની આબરૂ લેવાનો પ્રયાસ કરાતો હતો જે અંગે યુવતીએ સાસુ અને પતિને જાણ કરતા ઉલ્ટાનું પતિ અને સાસુએ યુવતીને ઠપકો આપ્યો હતો.

અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય સંજના (નામ બદલેલ છે)નાં લગ્ન 2019માં વસ્ત્રાલમાં રહેતા યુવક સાથે સમાજની રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે સંજનાના માતાપિતાએ દહેજમાં એક લાખ રોકડ તેમજ ઘરવખરીનો સામાન જેમાં ટીવી, ફ્રિજ, ફર્નિચર, ટુવ્હીલર, વોશીંગ મશીન, તીજોરી તેમજ ચારથી પાંચ લાખ રૂપિયાનાં દાગીનાં આપ્યા હતા. લગ્નનાં દોઢ મહિનાં બાદ સાસુ-સસરા દ્વારા દહેજમાં તારા પિતાએ કશુ આપેલુ નથી. અમારી હેસિયત મુજબ સમાજમાં 10 લાખનું દહેજ આપી શકે તેવી છોકરીઓ મળતી હતી તેવુ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

લગ્નનાં દોઢ વર્ષ પછી યુવતીનાં સાસુની તબીયત ખરાબ થતા તેઓને ખોખરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે સમયે સંજનાનો પતિ નોકરી પર ગયો હતો અને સંજનાં ઘરમાં એકલી હતી ત્યારે સસરાએ ઘરે આવીને બળજબરીથી સંજનાને બાથમાં પકડી અને સંજનાને કહ્યું હતું કે, 'જો તું મારા કહેવા પ્રમાણે રહીશ તો આ ઘરમાં રાણી બનીને રહીશ અને જો તું મારા કહેવા પ્રમાણે નહી કરે તો આ ઘરમાં રહી શકીશ નહી'. સંજનાએ સસરાને જોરીથી ધક્કો મારીને બુમાબુમ કરતા સસરા ભાગી ગયા હતા. સંજનાના સાસુ દવાખાનેથી ઘરે પરત ફરતા સંજનાએ તેમને જાણ કરતા સાસુએ તેનાં પર જ ખોટા આક્ષેપ કરીને પતિને સંજનાં વિરુધ્ધ ચઢામણી કરતા પતિએ મારઝૂડ કરી હતી.


સસરાએ ઘરમા આવી બિભત્સ માંગણીઓ કરી  
જે બાદ જૂન 2021માં સંજનાનો પતિ કામથી ગામડે ગયો હતો તે સમયે સસરાએ ઘરમા આવી સંજનાં પાસે બિભત્સ માંગણીઓ કરી શરીરનાં અંગો પર અડપલાં કર્યાં હતા. પતિ ગામડેથી આવતા સંજનાએ જાણ કરતા પતિ આ વાત માનવા તૈયાર થયો ન હતો. જેની જાણ સાસુ સસરાને કરતા તેઓએ યુવતીને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ સંજના પતિ સાથે અલગ રહેતી હતી. જોકે સાસુ સસરાને આ વાત ન ગમતા પતિને ચઢામણી કરતા પતિએ દહેજમાં 10 લાખ રૂપિયાની માગ કરી સંજનાને ઘરમાંથી કાઢી મુકી હતી. અંતે આ મામલે અમરાઈવાડી પોલીસ મથકે ઘરેલુ હિંસા અને છેડતીની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Tags :
AhemdabadDomesticViolenceGujaratFirst
Next Article