ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેવગઢ બારીયામાં ઉદવહન સિંચાઇ યોજનાનો પ્રારંભ, યોજનાઓ 11 મહિનામાં થશે સંપન્ન

પંચાયત અને કૃષિ રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે ધાનપુર અને દેવગઢ બારીયાના 6 ગામો ખાતે નવીન ઉદવહન સિંચાઇ યોજનાનું ખાત મુહૂર્ત કરીને પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ધાનપુરના બોઘડવા, દેવગઢ બારીયાના વડભેટ, દેગાવાડા, કાળીડુંગરી, અભલોડ, મેઘામુવડી ખાતે કુલ 640.09 લાખ રૂ. ની ઉદવહન યોજનાઓનો પ્રારંભ રાજ્યમંત્રીશ્રીએ કરાવ્યો છે. આ યોજનાઓ 11 માસના સમયગાળામાં જ સંપન્ન કરવામાં આવશે.ઉનાળામાં પણ પાક લઈ શà
12:25 PM Jan 06, 2023 IST | Vipul Pandya
પંચાયત અને કૃષિ રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે ધાનપુર અને દેવગઢ બારીયાના 6 ગામો ખાતે નવીન ઉદવહન સિંચાઇ યોજનાનું ખાત મુહૂર્ત કરીને પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ધાનપુરના બોઘડવા, દેવગઢ બારીયાના વડભેટ, દેગાવાડા, કાળીડુંગરી, અભલોડ, મેઘામુવડી ખાતે કુલ 640.09 લાખ રૂ. ની ઉદવહન યોજનાઓનો પ્રારંભ રાજ્યમંત્રીશ્રીએ કરાવ્યો છે. આ યોજનાઓ 11 માસના સમયગાળામાં જ સંપન્ન કરવામાં આવશે.
ઉનાળામાં પણ પાક લઈ શકાય તેવા પ્રયાસો
રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ખેડૂતો સમૃદ્ધ બને અને તેઓ ઝડપી આર્થિક વિકાસ સાધે એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન મુજબ રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. આપણો જિલ્લો ખેતીપ્રધાન છે. જિલ્લામાં ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. સરકાર આ માટે જરૂરી સિંચાઇની વિવિધ યોજનાઓ ઝડપથી અમલીકરણ કરી રહી છે. ખેડૂતો ઊનાળામાં પણ પાક કરી શકે એ માટે સિંચાઇ યોજનાઓ માટે અમે પ્રયાસ કરી રહ્યાં છે.
યોજનનાનો નિભાવ પણ જરૂરી
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાઓ સફળ રીતે લાગુ કરીને વિજળી, પાણી, શિક્ષણ સહિતની પાયાની બાબતો પર સારા પરિણામ લાવી શકી છે. આવાસ યોજનાઓમાં પણ જે બાકી રહી ગયા છે તેમને આવરી લેવાનો આ વર્ષે પ્રયાસ કરાશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ગામમાં ઉદવહન યોજના લાગુ થયા બાદ તેનો યોગ્ય રીતે નિભાવ કરવો પણ જરૂરી છે. ત્યારે ગ્રામ્ય સ્તરે મંડળી બનાવીને આ કામ યોગ્ય રીતે કરવું રહ્યું. કોન્ટ્રાકર પણ ત્રણ વર્ષ સુધી સમારકામની જવાબદારી રહેશે પરંતુ ત્યાર બાદ તેની જવાબદારી આપ સૌએ સુપેરે નિભાવવાની રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
લાભાર્થીઓને સિંચાઈ યોજનાનો લાભ મળશે
આ યોજનાઓની વિગતે વાત કરીએ તો કાળી ડુંગરી-2 પટેલ ફળીયા ખાતે રૂ. 118.74 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 54 લાભાર્થીઓને 168 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. કાળી ડુંગર ખેડા ફળીયા ખાતે રૂ. 115.51 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 54 લાભાર્થીઓને 168 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. કાળી ડુંગરી હોળી ફળીયા ખાતે રૂ. 88.54 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 78 લાભાર્થીઓને 153 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. દેવગઢ બારીયાના મેઘામુવડી ખાતે ખાતે રૂ. 51.13 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 19 લાભાર્થીઓને 96 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે.
અભલોડ ખાતે રૂ. 88.79 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 60 લાભાર્થીઓને 166 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. દેગાવાડા ખાતે રૂ. 68.96 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 34 લાભાર્થીઓને 155 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. વડભેટ ખાતે રૂ. 107.41 લાખના ખર્ચે યોજના સાકાર કરાશે. કુલ 48 લાભાર્થીઓને 225 એકર વિસ્તારમાં સિંચાઇ યોજનાનો લાભ મળશે. આ વેળાએ પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, અગ્રણીઓ, કાર્યપાલક ઇજનેરશ્રી, દાહોદ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો - આધ્યા શક્તિની આરતી શિવાનંદ સ્વામી એ જ્યાં લખી હતી ત્યાં મંછાવટી નગરીમાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
agricultureBachuKhabadCommencementDahodDevgarhBariaFarmersGujaratFirstUdvahanIrrigationScheme
Next Article