Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે રંગબેરંગી પતંગોથી આકાશ ઉભરાયું

ભરૂચ (Bharuch) જિલ્લામાં ઉતરાયણ પર્વની સવારથી જ શહેરીજનો પોતાના મકાન અગાસી તેમજ બિલ્ડીંગો ઉપર ચડી ગયા હતા અને પતંગ ચગાવવા માટે પણ પવનને પણ સાથ આપ્યો હોય તેમ પવનની ગતિ પણ સારી રહેતા સવારથી સાંજ સુધી ઉતરાયણ પર્વની રંગત જામી હતી અને નગરજનોએ ઉત્સાહ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી તો અધિકારીઓએ પણ જિલ્લા પોલીસવડા અને કલેકટરની ઉપસ્થિતિમાં પ્રથમ વખત ઉતરાયણ પર્વ મનાવ્યો હતોભરૂચ એડવીઝન પોàª
ભરૂચ જિલ્લામાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે રંગબેરંગી પતંગોથી આકાશ ઉભરાયું
ભરૂચ (Bharuch) જિલ્લામાં ઉતરાયણ પર્વની સવારથી જ શહેરીજનો પોતાના મકાન અગાસી તેમજ બિલ્ડીંગો ઉપર ચડી ગયા હતા અને પતંગ ચગાવવા માટે પણ પવનને પણ સાથ આપ્યો હોય તેમ પવનની ગતિ પણ સારી રહેતા સવારથી સાંજ સુધી ઉતરાયણ પર્વની રંગત જામી હતી અને નગરજનોએ ઉત્સાહ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી તો અધિકારીઓએ પણ જિલ્લા પોલીસવડા અને કલેકટરની ઉપસ્થિતિમાં પ્રથમ વખત ઉતરાયણ પર્વ મનાવ્યો હતો
ભરૂચ એડવીઝન પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ વખત પોલીસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ તથા મીડિયાકર્મીઓ સાથે પતંગ પર્વની ઉજવણી કરી હતી અને પોલીસ અધિકારીઓએ પણ ઉતરાયણ પર્વ સૌપ્રથમ વખત ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં મનાવી હતી ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં અધિકારીઓએ પણ ઉતરાયણ પર્વની મજા માણી હતી સાથે જ જિલ્લા પોલીસવડાએ પણ લોકોને ચાઈનીઝ દોરીથી દૂર રહેવા માટે અપીલ કરી હતી.
ઉતરાયણ પર્વ આ વખતે શનિવારે આવ્યો હોવાના કારણે રવિવારે પણ જાહેર રજા હોવાના કારણે 2 દિવસ લોકોએ ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી અને શનિવારની સવારથી જ પૂર ઝડપે પવનની ગતિ વચ્ચે પણ લોકોએ પતંગ ચગાવી હતી શનિવાર અને રવિવાર બે દિવસ ઉતરાયણ પર્વએ પતંગ રસીકોએ મન મૂકીને પતંગ ચગાવી હતી અને બે દિવસ પતંગ ઉત્સવને લઈ ભરૂચનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું હતું અને મોડી રાત સુધી લોકોએ આકાશમાં પતંગ ઉડાવી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી અને સંધ્યાકાળે પતંગ રસીકોએ ધાબા ઉપરથી જ ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જામ્યો હતો સતત રવિવારના બીજા દિવસે પણ જાહેર રજા હોય જેના કારણે સતત બીજા દિવસે પણ ઉતરાયણ (Uttrayan 2023) પર્વની રંગત જામી હતી.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીનું પતંગની દોરીમાં આવી જતા મોત થતા દફનવિધિ કરાય
શહેરીજનો પતંગ ચગાવવામાં મગ્ન હતા ત્યારે સવાર સાંજ પક્ષીઓ પોતાના બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં નીકળ્યા હતા ત્યારે જ પતંગની દોરીમાં આવી જવાના કારણે કેટલાય પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓની સૌથી વધુ ઉડા ઉડ રહેતી હોય છે અને અહીંથી પણ એક વિદેશી પક્ષી પતંગની દોરીમાં ઇજાગ્રસ્ત હતા તેનું મોત થયું હતું જેના પગલે સ્થાનિક રહી હેમેન્દ્ર કોઠીવાલા અને અન્ય જાગૃત યુવાનોએ મૃત્યુ પામેલા વિદેશી પક્ષીને સુરક્ષિત રીતે નજીકમાં જ જમીનમાં ખાડો ખોદી તેની દફનવિધિ કરી હતી સાથે ભરૂચના કેટલાય વિસ્તારોમાં પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત હતા તેઓની સારવાર માટે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સેન્ટરો પર ઉભા કરાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.