Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં ફરી વળી શીત લહેર, લોકો કડકડતી ઠંડીથી ધ્રુજી ઉઠ્યા

ઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે. ઠંડા પવનો (Cold Wind)ના કારણે લોકો કાતિલ ઠંડીથી ઘ્રુજી ઉઠ્યા હતા.  ગુરુવારે રાત્રે પણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને મોડી રાતથી વહેલી સવાર સુધી કકડતી ઠંડી અનુંભવાઇ છે. રાજ્યમાં ઘણા શહેરોનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું હતું. તાપમાનનો પારો ગગડ્યોરાજ્યમાં અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો અને કાતિલ ઠà
03:40 AM Dec 23, 2022 IST | Vipul Pandya
ઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે. ઠંડા પવનો (Cold Wind)ના કારણે લોકો કાતિલ ઠંડીથી ઘ્રુજી ઉઠ્યા હતા.  ગુરુવારે રાત્રે પણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને મોડી રાતથી વહેલી સવાર સુધી કકડતી ઠંડી અનુંભવાઇ છે. રાજ્યમાં ઘણા શહેરોનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું હતું. 
તાપમાનનો પારો ગગડ્યો
રાજ્યમાં અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો અને કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ અનુભવાયું હતું જ્યારે વડોદરામાં પણ 13.2 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું. રાજકોટમાં 13.6 ડિગ્રી અને સુરતમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 
નલિયા સૌથી ઠંડુ શહેર 
10.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ડીસામાં 13.5 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું. રાજ્યમાં ફરી એક વાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. લોકોએ કામવગર ઘરની બહાર નિકળવાનું પણ ટાળ્યું હતું.

રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં એક જ રાતમાં ત્રણથી ચાર ડિગ્રી તાપમાન 
કાતિલ ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાંનો સહારો લીધો હતો અને તાપણાં કરીને ગરમી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એક સપ્તાહ પહેલા ઠંડીની અસર ઓછી થઇ હતી પણ છેલ્લા ત્રણ દિવસથી ફરી એક વાર કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનનો ના કારણે રાજ્યમાં ફરી એક વાર શીત લહેર ફરી વળી રહી છે. રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં એક જ રાતમાં ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું. 
આ પણ વાંચો--RSSના વડા મોહન ભાગવત કચ્છની મુલાકાતે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ColdWaveGujaratGujaratFirstTemperature
Next Article