Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં ઠંડીએ પકડ્યુ જોર, મોર્નિંગ વોક-એકસરસાઇઝ અને સ્વાસ્થ્યવર્ધક સૂપનું સેવન વધ્યું

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પણ ઠંડીમાં ઠુઠવાયુ છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઠંડીમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને ખુબજ સચેત અને સભાન જોવા મળી રહ્યા છે.વહેલી સવારે અલગ-અલગ વેજીટેબલ સુપ્સનું સેવન મોર્નિંગ વોક કરનારા લોકોની સંખ્યા વધી છે..વસ્ત્રાપુર લેક ખà
04:58 AM Jan 04, 2023 IST | Vipul Pandya
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પણ ઠંડીમાં ઠુઠવાયુ છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઠંડીમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને ખુબજ સચેત અને સભાન જોવા મળી રહ્યા છે.
વહેલી સવારે અલગ-અલગ વેજીટેબલ સુપ્સનું સેવન 
મોર્નિંગ વોક કરનારા લોકોની સંખ્યા વધી છે..વસ્ત્રાપુર લેક ખાતે લોકો વોક કર્યા બાદ સ્વાસ્થ્ય સારુ રહે તેના માટે અલગ અલગ વેજીટેબસ સુપ્સ પીતા નજરે પડ્યા...શિયાળામાં કહેવાય છે જે લોકો પોતાનુ સ્વાસ્થ્ય સાચવે તેમનું આખુ વર્ષ સારુ જતુ હોય છે... ત્યારે સારા સ્વાસ્થ્ય માટે  ટોમેટો, મેથી સરગવો, દુધી, કોથમીર, કારેલા, બીટ, ગાજર, આદુ, ફુદીનો, આંબળા, હળદર,મશરુમનો સુપ જેવા અલગ-અલગ સૂપનું સેવન કરી આ ઠંડીની ઋતુમાં લોકો સ્વાસ્થ્યની તકેદારી રાખી રહ્યા છે. 
મોટી ઉંમરના લોકો કે જેઓ પોતાના સ્વાસ્થયને લઈને વધારે ચિંતિંત હોય છે તેઓ બોડી ફીટ રાખવા માટે એક્સરસાઇઝ અને વોક કરીને પોતાના શરીરને કસે છે અને ત્યાર બાદ અલગ અલગ સુપ પીને શીયાળાની ઠંડી સામે રક્ષણ મેળવતા જોવા મળી રહ્યા છે..
આ પણ વાંચોઃ શિયાળાની ઠંડી મોડી, ચણાના પાકમાં મંદી મોટી!,

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
coldexerciseGujaratFirsthealthysoupmorningwalkwinter
Next Article