બે દિવસ વરસાદી ઝાપટું, બાદમાં વાતાવરણ ચોખ્ખુ થતાં ખેલૈયાઓ ખુશ
માં જગદંબાની આરાધનાનું પર્વ આસો નવરાત્રિ ચાલી રહ્યી છે અને બે દિવસથી વરસાદી ઝાપટાંઓના પગલે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે બપોરના સમયે વરસાદી ઝાપટું થતાં ભરૂચ શહેરમાં ઠંડક પ્રસરી જવા સાથે લોકોએ સુરક્ષિત જગ્યા પકડવાનો વાર આવ્યો હતો અને ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુ જામી હોવાનું અનુભવ ભરૂચવાસીઓએ કર્યો હતો.આસો નવરાત્રિના પ્રારંભથી પ્રથમ દિવસે મેહુલિયાએ ગેરહાજરી પુરાવ્યા બાદ બે àª
05:37 PM Sep 28, 2022 IST
|
Vipul Pandya
માં જગદંબાની આરાધનાનું પર્વ આસો નવરાત્રિ ચાલી રહ્યી છે અને બે દિવસથી વરસાદી ઝાપટાંઓના પગલે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે બપોરના સમયે વરસાદી ઝાપટું થતાં ભરૂચ શહેરમાં ઠંડક પ્રસરી જવા સાથે લોકોએ સુરક્ષિત જગ્યા પકડવાનો વાર આવ્યો હતો અને ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુ જામી હોવાનું અનુભવ ભરૂચવાસીઓએ કર્યો હતો.
આસો નવરાત્રિના પ્રારંભથી પ્રથમ દિવસે મેહુલિયાએ ગેરહાજરી પુરાવ્યા બાદ બે દિવસથી બપોરના સમય વરસાદી ઝાપટું પડી રહ્યું છે. જેના પગલે ભરૂચ શહેરમાં ઠંડક પણ પ્રસરી રહી છે. આસો નવરાત્રીના બીજા નોરતાના દિવસે બપોરના સમય વરસાદી ઝાપટું થયું હતું. તો સતત ત્રીજા દિવસે પણ મેહુલિયાએ હાજરી પુરાવી હોય તેમ બપોરના સમયે જોરદાર એન્ટ્રી કરી હતી.
વાતાવરણમાં અચાનક પડતો આવતા ધોધમાર વરસાદ વરસતા ભરૂચમાં મેહુલિયાની એન્ટ્રીથી શહેરીજનો એ રાહત અનુભવ્યો હતો સાથે સાથે વરસાદી માહોલ જાણતા ભરૂચમાં ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાયા હતા પરંતુ બપોરના સમયે વરસાદી ઝાપટા બાદ ઉઘાડ નીકળ્યો હતો જેના પગલે ગરબા ખેલૈયાઓ અને આયોજકો માં રોનક જોવા મળી હતી શહેરમાં વરસાદી માહોલ જામે તેઓ ભય ઊભો થયો હતો પરંતુ ત્રીજા નોરતાના દિવસે બપોરના સમયે વરસાદી ઝાપટું થઈ ઉઘાડ નીકળતા લોકોમાં રાહત જોવા મળી હતી વરસાદી ઝાપટામાં પણ ભરૂચના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
Next Article