Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો, ઠંડીથી જામી રાત્રિના તાપણાની મોસમ

પોષ માસના પ્રારંભે જામ્યો શિયાળોનલિયામાં સૌથી વધુ 4.2 ડિગ્રી ઠંડીદિવસે પણ લોકો ગરમ કપડાંમાં લપેટાયાઠંડીથી જામી રાત્રિના તાપણાની મોસમકચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીઅમદાવાદ-ગાંધીનગરમાં ઠંડીનો ચમકારોસૂસવાટા મારતા પવનથી વધી કાતિલ ઠંડી13 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાનસમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશેશિયાળાની અસલી મોસમી હવે આવી છે. ગત દિવસોમાં શિયાળાની ઋતુ હોવા છતા લોકો ગરà
03:59 AM Dec 26, 2022 IST | Vipul Pandya
  • પોષ માસના પ્રારંભે જામ્યો શિયાળો
  • નલિયામાં સૌથી વધુ 4.2 ડિગ્રી ઠંડી
  • દિવસે પણ લોકો ગરમ કપડાંમાં લપેટાયા
  • ઠંડીથી જામી રાત્રિના તાપણાની મોસમ
  • કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
  • અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો
  • સૂસવાટા મારતા પવનથી વધી કાતિલ ઠંડી
  • 13 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન
  • સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે
શિયાળાની અસલી મોસમી હવે આવી છે. ગત દિવસોમાં શિયાળાની ઋતુ હોવા છતા લોકો ગરમીનો અનુભવી કરી રહ્યા હતા. પરંતુ આજે સવારથી જ ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકો જોવા મળ્યા હતા. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયામાં હોવાના સમાચાર છે. અહીં 4.2 ડિગ્રી ઠંડી માપવામાં આવી છે. આ સિવાય અમદાવાદ-ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. 
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું
રાજ્યમાં ધીરે ધીરે ઠંડી શરૂ થઇ ગઇ છે. આજે સોમવારે સવારથી જ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, ત્યારે આજે સવારે નીકળેલા લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. રાજ્યમાં ખાસ છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. ખાસ કરીને રાજ્યનું પાટનગર ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ ઠંડી તેનું ઝોર પકડવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. એક તરફ જ્યા ઠંડીની સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોરોનાના કેસ વધવાની સંભાવનાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. જેને પગલે સ્વાસ્થ્ય સંબંધિત સાવધાની રાખવાની ખૂબ જ જરૂરી છે. 
નલિયામાં પારો ગગડ્યો
રાજ્યમાં ઠંડી જામી છે જેના કારણે લોકોએ રાત્રિના સમયે તાપણા કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને નલિયામાં તાપમાનનો પારો સૌથી વધુ ગગડ્યો છે. અહીં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વળી કડીમાં પણ છેલ્લા બે દિવસથી કોલ્ડવેવની આગાહી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ભૂજ, જુનાગઢ, અમરેલી તથા ડીસામાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો - અમેરિકાના અનેક વિસ્તારોમાં હિમવર્ષાનો કહેર, 18 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
coldColdSeasonColdWaveGujaratFirstwinter
Next Article