Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Climate Activist ગ્રેટા થનબર્ગ ની પોલીસે કરી અટકાયત, જાણો એવું શું કર્યું કે ઉઠાવીને લઇ ગઇ

સ્વીડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Swedish Climate Activist Greta Thunberg) ની જર્મનીમાં એટકાયત કરવામાં આવી છે. ગ્રેટા થનબર્ગ ખાણના વિસ્તરણ સામેના મોટા વિરોધને સમર્થન આપવા માટે જર્મનીના એક ગામમાં પહોંચી હતી, જોકે ત્યારબાદ તેની અન્ય કેટલાક કાર્યકરો સાથે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જર્મન પોલીસે તેને છોડી દીધી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, જર્મન પોલીસે ગ્રેટા થનબર્ગની ઓળખ કર્યા પછી તેને છોડી દà
climate activist ગ્રેટા થનબર્ગ ની પોલીસે કરી અટકાયત  જાણો એવું શું કર્યું કે ઉઠાવીને લઇ ગઇ
સ્વીડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Swedish Climate Activist Greta Thunberg) ની જર્મનીમાં એટકાયત કરવામાં આવી છે. ગ્રેટા થનબર્ગ ખાણના વિસ્તરણ સામેના મોટા વિરોધને સમર્થન આપવા માટે જર્મનીના એક ગામમાં પહોંચી હતી, જોકે ત્યારબાદ તેની અન્ય કેટલાક કાર્યકરો સાથે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જર્મન પોલીસે તેને છોડી દીધી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, જર્મન પોલીસે ગ્રેટા થનબર્ગની ઓળખ કર્યા પછી તેને છોડી દીધી હતી.
પશ્ચિમ જર્મનીમાં પોલીસે મંગળવારે એક ખુલ્લી કોલસાની ખાણ પાસે સ્વીડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને અન્ય વિરોધીઓની અટકાયત કરી હતી. અહીં આ લોકો ખાણના વિસ્તરણ માટે રસ્તો બનાવવા માટે એક ગામને તોડી પાડવાનો વિરોધ કરી રહ્યા હતા. અહેવાલ મુજબ, ગ્રેટા થનબર્ગ જર્મનીના લુએત્ઝરથ ગામથી લગભગ 9 કિમી દૂર ગાર્જવેઈલર 2 ખુલ્લી કોલસાની ખાણમાં ચાલી રહેલા વિરોધમાં જોડાઈ હતી. ગ્રેટા થનબર્ગને સૌપ્રથમ ચેતવણી આપવામાં આવી હતી કે જો તેણી માઇનફિલ્ડ નહીં છોડે તો તેની ધરપકડ કરવામાં આવશે અને બાદમાં તેને બળજબરીથી દૂર કરવામાં આવી હતી. જણાવી દઈએ કે પશ્ચિમી રાજ્ય નોર્થ રાઈન-વેસ્ટફેલિયામાં એક ખાણને વિસ્તારવા માટે એક ગામને હટાવવામાં આવી રહ્યું છે અને તેની સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ખાણના માલિક સરકાર સાથે સંમત થયા હતા કે કોલસો ઝડપથી બહાર કાઢવા માટે લુએત્ઝરથ ગામ ખાલી કરી શકાય છે, જેનાથી લોકોમાં રોષ ફેલાયો હતો.
Advertisement

ક્લાઈમેટ એક્ટિવિસ્ટ્સ કહે છે કે જર્મનીએ તે ખાણમાંથી વધુ લિગ્નાઈટ અથવા બ્રાઉન કોલસાનું ખાણકામ બંધ કરવું જોઈએ અને તેના બદલે નવીનીકરણીય ઊર્જાના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વળી, સ્વીડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ્સ ગ્રેટા થનબર્ગે લગભગ 6,000 વિરોધીઓને સંબોધતા કહ્યું કે, "ખાણનું વિસ્તરણ કરવું એ વર્તમાન અને ભાવિ પેઢીઓ સાથે વિશ્વાસઘાત છે." આ દરમિયાન લુએત્ઝેરાથ ગામમાં હજારો વિરોધીઓ હાજર હતા. તેમણે ઉમેર્યું હતું કે, "જર્મની વિશ્વના સૌથી મોટા પ્રદૂષકોમાંનું એક છે અને તેને જવાબદાર ઠેરવવું જોઈએ."
ઉલ્લેખનીય છે કે, ગ્રેટા થનબર્ગનો જન્મ 3 જાન્યુઆરી 2003 એ થયો. તે એક સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર છે જેની પર્યાવરણીય ચળવળને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. આ સ્વીડિશ કિશોરીની ચળવળના પરિણામે, વિશ્વના નેતાઓને હવે આબોહવા પરિવર્તન પર પગલાં લેવાની ફરજ પડી છે. ઓગસ્ટ 2018 માં, 15 વર્ષની ઉંમરે, થનબર્ગે સ્વીડનની સંસદની બહાર પ્રદર્શન કરવા માટે શાળામાંથી સમય કાઢ્યો, જેમાં સ્વીડિશ ભાષાનું ચિહ્ન "Skolstrejk för klimatet" (આબોહવા માટે શાળા બંધ) હતું. તેને 11 ડિસેમ્બર 2019ના રોજ 'ટાઈમ પર્સન ઓફ ધ યર' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગ્રેટા તેના સરળ શબ્દોમાં બોલવા માટે પણ જાણીતી છે. તેણીની જાહેર સભાઓ અને રાજકીય નેતાઓ સાથેની વાતચીતમાં, તેણી આબોહવા સંકટ પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.